યામી ગૌતમ આનંદ એલ રાયની હોરર કોમેડીમાં લીડ રોલ કરશે
હાલ આ ફિલ્મનું નામ નયી નવેલી હોવાનું માનવામાં આવી રહ્યું છે
તાજેતરમાં જ આનંદ એલ.રાયની તેરે ઇશ્ક મેં આવી છે, જેમાં ક્રિતિ સેનન અને ધનુષ લીડ રોલમાં હતા
મુંબઈ,યામી ગૌતમ અત્યાર સુધી સરકારી અધિકારી કે વકીલ પ્રકારના પાવરફુલ રોલમાં જોવા મળી છે, હવે તે આનંદ એલ રાયની હોરર કોમેડી ફિલ્મમાં લીડ રોલ કરવાની છે. આ ફિલ્મનું નામ નયી નવેલી હોવાની ચર્ચા છે. ઇન્ડસ્ટ્રીના સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આ ફિલ્મ હાલ પ્રી પ્રોડક્શનના તબક્કામાં છે, જેમાં યામી પહેલી વખત આનંદ એલ.રાય સાથે કામ કરશે.
જોકે, આ ફિલ્મ કે યામીના રોલ વિશે કોઈ કન્ફર્મેશન આવ્યું નથી.અહેવાલો અનુસાર આનંદ એલ.રાયની આ ફિલ્મનું નામ નયી નવેલી રાખવામાં આવ્યું છે. જે આનંદ રાયના કલર યલો પ્રોડક્શન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે. આ ફિલ્મ ભારતીય લોકવાર્તા પર આધારીત છે અને ફેબ્›આરીથી તેનું શૂટ શરૂ થાય એવી શક્યતા છે. તાજેતરમાં જ આનંદ એલ.રાયની તેરે ઇશ્ક મેં આવી છે, જેમાં ક્રિતિ સેનન અને ધનુષ લીડ રોલમાં હતા.
આ ફિલ્મ ૨૮ નવેમ્બરે રિલીઝ થઈ હતી અને હિટ રહી હતી. જ્યારે તાજેતરમાં જ યામી ગૌતમની હક આવી હતી. જે હવે ઓટીટી પર આવી ગઈ છે અને ઓઓટીટી પર તેને ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ ચાલી નહોતી, ૪૦ કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મે માંડ ૩૦ કરોડની કમાણી કરી હતી. પરંતુ ઓટીટી પર તેને સારો પ્રતિસાદ મળ્યો છે. જેના માટે યામી ગૌતમે દર્શકોનો આભાર પણ માન્યો છે. ત્યારે હવે આનંદ એલ.રાયની જોડી અને યામીની જોડી કેવી કમાલ કરે છે તે જોવાનું છે.ss1
