ચીખલી – આલીપોરની વસુધારા ડેરીમાં ચેરમેન-વાઈસ ચેરમેનની ચૂંટણી સંપન્ન
(તસ્વીરઃ અશોક જોષી) ચીખલી આલીપોર ખાતે વલસાડ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. (વસુધરા ડેરી)ની ચેરમેન અને વાઈસ ચેરમેનની યોજાયેલી ચૂંટણીમાં રાજેશભાઈ ભીખુભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે સીતાબહેન દિલીપભાઈ જાદવનો જવલંત વિજય થયો હતો આગામી અઢી વર્ષના શાસનની ધુરા રાજેશભાઈ પટેલ અને સીતા બહેન જાદવ સંભાળશે ડેરીમાં ૪૦ વર્ષથી વધુના ઇતિહાસમાં લાંબા સમય બાદ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી.
વલસાડ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની વસુધારા ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી વસુધારા ડેરીના સભાખંડમાં ચીખલીના પ્રાંત અધિકારી મિતેશ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં ભાજપ તરફી કિશોરભાઈ હરિભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી હતી
જ્યારે વાઇસ ચેરમેન તરીકે કલ્પનાબહેન પ્રદીપભાઈ ભીસરા એ ઉમેદવારી નોંધાવી હતી જ્યારે સામા પક્ષે રાજેશભાઈ ભીખુભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે સીતાબેન દિલીપભાઈ જાદવે ઉમેદવારી કરી હતી જેમાં ૧૪ જેટલા ડિરેક્ટરોએ મતદાન કરતા ભાજપ તરફી ચેરમેન તરીકે ઉમેદવારી નોંધાવેલ કિશોરભાઈ હરિભાઈ પટેલની દરખાસ્ત ગમનભાઈ કીકાભાઈ પટેલે કરી હતી.
જેને ટેકો બાપુ ભાઈ ભાયલભાઈ ઠાકરીયાએ કર્યો હતો જ્યારે વાઇસ ચેરમેન તરીકે કલ્પનાબહેન પ્રદીપભાઈ ભીસરાએ કરતા જેની દરખાસ્ત સુધાબહેન સુરેશભાઈ પટેલે કરી હતી જેને ટેકો કિશોરભાઈ હરિભાઈ પટેલે કર્યો હતો ત્યારે સામા પક્ષે ચેરમેન તરીકે રાજેશભાઈ ભીખુભાઈ પટેલે ઉમેદવારી કરતા
જેની દરખાસ્ત પ્રમોદભાઈ મોરારજીભાઈ પટેલે કરી હતી અને ટેકો લીલાબહેન અમરતભાઈ ગાવિતે કર્યો હતો જ્યારે વાઇસ ચેરમેન તરીકે સીતાબહેન દિલીપભાઈ જાદવે કરતા જેની દરખાસ્ત રાજેશભાઈ જગુભાઈપટેલે કરી હતી જેને ટેકો લીલાબહેન અમરતભાઈ ગાવિતે કર્યો હતો.ત્યારબાદ ચૂંટણી પ્રક્રિયા કરાતા ભાજપ તરફી ચેરમેન તરીકે ઉમેદવારી કરેલ કિશોરભાઈ હરિભાઈ પટેલને ચાર મતો મળ્યા હતા
જ્યારે વાઇસ ચેરમેન તરીકે કલ્પનાબહેન પ્રદીપભાઈ ભીસરાને પાંચ મતો મળ્યા હતા જ્યારે સામા પક્ષે ચેરમેન પદે રાજેશભાઈ ભીખુભાઈ પટેલને દસ મતો મળ્યા હતા. વાઈસ ચેરમેન તરીકે સીતા બહેન દિલીપભાઈ જાદવને નવ મતો મળતા આ બંને ઉમેદવારોનો જવલન્ત વિજય થયો હતો.ચેરમેન તરીકે વિજેતા બનેલા રાજેશભાઈ પટેલ જે. દુવાડા દૂધ મંડળીમાં છેલ્લા કેટલાક વર્ષથી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે
જ્યારે વસુધારા ડેરીમાં છેલ્લા ૨૪ વર્ષથી ડિરેક્ટર તરીકે ચુંટાતા રહ્યા છે જ્યારે વાઇસ ચેરમેન તરીકે સીતાબહેન જાદવ જે બરૂમાળ દૂધ મંડળીમાં છેલ્લા ત્રણ વર્ષથી પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે જ્યારે વસુધારા ડેરીમાં પ્રથમ વખત બિનહરીફ ડિરેક્ટર તરીકે વરાયા હતા. વસુધારા ડેરી મહિલાઓ સંચાલિત દૂધ મંડળીઓથી ચાલતી આ ડેરી રહી છે. જેમાં રાજકારણ આવતું નથી પરંતુ છેલ્લા ૪૦-૫૦ વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી.
