અમેરિકામાં નોકરી કરીને કમાયેલી જીવનભરની કમાણી દંપતીએ ગુમાવી
(એજન્સી)નવી દિલ્હી, સાયબર ઠગાઇનો એક ખુબ જ ચોંકાવનારો કિસ્સો દિલ્હીના પોશ વિસ્તાર ગ્રેટર કૈલાશમાંથી સામે આવ્યો છે. જ્યાં એક વૃદ્ધ દંપતીને ડિજિટલ અરેસ્ટ કરીને કરોડો રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી છે. ડૉ. ઓમ તનેજા અને તેમના પત્ની ડૉ. ઇÂન્દરા તનેજા બંને સંયુક્ત રાષ્ટ્રમાંવર્ષો સુધી નોકરી કરી. અમેરિકામાં લાંબી કારકિર્દી બાદ તેઓ ૨૦૧૬માં ભારત પરત ફર્યા અને દિલ્હીમાં શાંતિમય જીવન પસાર કરી રહ્યા હતા.
જોકે, હવે તેઓ ૧૫ દિવસમાં જ ૧૫ કરોડ રૂપિયા કરતા પણ વધારેની રકમ ગુમાવી ચૂક્્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૪ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ આ વૃદ્ધ દંપત્તીને એક કોલ આવ્યો. ફોન કરનાર વ્યક્તિએ પોતાને દિલ્હી પોલીસના અધિકારી તરીકે ઓળખ આપી હતી. તે વ્યક્તિએ જણાવ્યું કે, તમારા આધારકાર્ડ સાથે લિંક થયેલા એક બેંક એકાઉન્ટનો ઉપયોગ મની લોન્ડિÙંગ અને ડ્રગ ટ્રાફિકિંગ માટે થયો છે.
તેની થોડી જ મિનિટો બાદ એક વીડિયો કોલ આવ્યો. સ્ક્રીન પર પોલીસની વર્દી પહેરીને બેઠેલો એક વ્યક્તિ, બેકગ્રાઉન્ડમાં દિલ્હી પોલીસનો લોગો અને ગંભીર ચહેરા વાળો કથિત અધિકારી અને ખેલ શરૂ થયો. સાયબર ઠગોએ ડૉક્ટર દંપત્તીને કહ્યું કે, તેઓ હવે ડિજિટલ એરેસ્ટ છે.
ઘરની બહાર નીકળવાનું, કોઇને કોલ કરવો કે તેમનો વીડિયો કોલ કાપવો બધુ જ પ્રતિબંધિત છે અને તેને ગુનો ગણવામાં આવશે. તેમને સતત વીડિયો કોલ પર નજર બંધ રાખવામાં આવ્યા. આટલે જ આ બાબત અટકી નહીં. બીજા વીડિયો કોલમાં એક નકલી કોર્ટ, જજ પણ જોવા મળ્યો.
કાળો કોટ, પાછળ કોર્ટ જેવો સેટઅપ અને દિવાલ પર તસ્વીરો. જાણે અસલી કોર્ટ જેવો માહોલ. ખુરશી પર બેઠેલા કથિત જજે કહ્યું કે, જો તમે સહયોગ નહી કરો તો તુરંત જ ધરપકડ થઇ જશે અને તમામ સંપત્તિ પણ જપ્ત થઇ જશે. દેશનો પહેલો એવો કિસ્સો પણ છે
જેમાં નકલી પોલીસની સાથે સાથે નકલી કોર્ટ અને જજ પણ હાજર હતા. જ્યારે ડૉક્ટર તનેજાને શંકા ગઇ ત્યારે તેમણે દિલ્હી પોલીસના એક સ્થાનિક એસએચઓ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, તો સાયબર ઠગોએ તે અસલી પોલીસ અધિકારીને પણ ધમકાવ્યો હતો.
