Western Times News

Gujarati News

મનમાંથી રાવણ રૂપી અનિષ્ટ દૂર કરવા રામચરિત માનસ કથા: પૂ.જનાર્દન હરિજી મહારાજ

આનંદપુરા કંપામાં પ્રભુ રામના રાજ્યાભિષેક સાથે રામકથાની પુર્ણાહુતી

(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) મોડાસા પાસે આનંદપુરા કંપામાં પૂ કથાકાર પ પૂ સતપંથ રત્ન મહામંડલેશ્વર સ્વામિ જનાર્દન હરિજી મહારાજ ના વ્યાસપીઠે સાત દિવસથી ચાલી રહેલી રામચરિત માનસ કથાની આજે શનિવારે પૂર્ણાહુતિ થઈ હતી આ ઐતિહાસિક રામકથા યાદગાર બની હતી હજારો ભાવિકોર કથારસ પાન કરી ધન્યતા અનુભવી હતી.

આજે અંતિમ દિવસે પણ કથા બે સત્રમાં રહી હતી રામ ચરિતમાનસ જ્ઞાન અમૃત છે પણ આપણા મન ચિત્ત માંથી અશુદ્ધિઓ પહેલા કાઢીશું નહિ તો આ દિવ્ય કથા
આપણામાં ઉતરશે નહી -આ વાત ને અનેક ઉદાહરણો દ્વારાપૂજ્ય મહારાજે સમજાવ્યું હતું અંતિમ સમયે જો કોઈપણ વસ્તુમાં જો વાસના રહી જાય તો એ વાસના ફરી જન્મ ધારણ કરવા મજબુર કરશે

અંતિમ સમયે જો પ્રભુ મામ્મા જ પ્રીતિ રાખીએ તો બેડો પાર છે!! મનમાંથી રાવણ રૂપી અનિષ્ટ દૂર કરવા રામચરિત માનસ કથા છે આપણી દસેય ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખે છે આ રમકથા!!

સત્સંગ વિના કુસંગ નહી જાય!! આજના અંતિમ કથાના બીજા અને છેલ્લા સત્રમાં પૂજ્ય ઃપૂ.જનાર્દન હરિજી મહારાજે રામ-રાવણ યુદ્ધની કથાનું વર્ણન કર્યું હતું અને અનેક પ્રેરણાદાયી ઉદાહરણો આપીને કથાનું રસપાન કરાવ્યું હતું. પ્રેમ,કરુણા અને ત્યાગથી ભરેલા પ્રભુ શ્રીરામના ચરિત્રની કથા અનેકવાર,વારંવાર સાભળવી જોઈએ અને ચિંતન કરતા રહેવું જોઈએ .

પરિવારમાં જ્યારે દરેકને પોતપોતાની જવાબદારી પૂરી નિષ્ઠા અને કર્તવ્યથી નિભાવવાનું આવડ્‌યું ત્યાં ઘર અયોધ્યા બને અને રામ પ્રભુના આશીર્વાદ દૂર નથી – આખા પરિવારનું જીવન દિવ્ય બની જાય..! મારા નાના ભાઈના પગમાં આ રસ્તાના કાંટા ના લાગે એ માટે રામજીએ વીએન દેવીને કાંટા રહિત માર્ગ કરવાની સેવા બતાવી છે આ છે ભાતૃ પ્રેમ.!

અંતમાં અનેક ઉદાહરણો આપી બ્રહ્મ સત્ય જગત મિથ્યા- એ શાસ્વત સત્ય પૂ મહારાજજીએ સમજાવ્યું સને પ્રભુ રામનો પ્રેમ એ જ સત્ય છે એ સમજાવ્યું – અને હજારોનો મેદનીના જય જય કાર સાથે કથા સમાપન થયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.