અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્ષ પેટે રૂ.1400 કરોડની આવક
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચાલુ નાણાંકીય વર્ષે અત્યાર સુધીમાં પ્રોપર્ટી ટેક્સની રૂ. ૧,૪૦૦ કરોડની આવક થઈ છે અને કુલ આવક રૂ.૧.૮૦૫ કરોડ થઈ છે. ચાલુ નાણાંકીય વર્ષ માટે રૂ.૨,૧૫૦ કરોડ રેવન્યુ જનરેટ કરવા માટે લક્ષ્યાંક આપવામાં આવ્યો છે.
આયાર સુધીમાં AMCની મિલ્કતવેરાની રૂ.૧.૩૦૦ કરોડ, પ્રોફેશનલ ટેક્સની રૂ. ૨૦૨.૪૮ કરોડ, વ્હીકલ ટેક્સની રૂ. ૧૮૩ કરોડ અને TSI-ગાર્જીસની રૂ. ૨૧ કરોડની આવક સહિત કુલ રૂ. ૧,૮૦૫ ૧૨ કરોડની આવક થઈ છે.
AMC દ્વારા તા. ૧ જાન્યુઆરીથી ટેક્સના બાકી લેણાં પર વ્યાજ માફી સ્ક્રીમ અમલમાં મૂકવામાં આવી છે. જૂની અને નવી ટેક્સ ફોર્મ્યુલા હેઠળ ટેક્સના બાકી લેણાં માટે નાગિરકોને રાહત આપવા માટે અમલમાં મૂકાયેલી વ્યાજ માફી સ્કીમ અંતર્ગત તા. ૯ જાન્યુઆરી સુધીમાં કુલ રૂ. ૩૮,૫૫ કરોડની આવક થઈ છે અને રૂ. ૪.૭૩ કરોડનું ડિસ્કાઉન્ટ આપવા સાથે AMCને રૂ. ૩૩.૮૨ કરોડની ચોખ્ખી આવક થઈ છે
તેમજ ૩૧,૬૯૬ નાગરિકોએ વ્યાજ માફી સ્કીમનો લાભ લીધો છે. બાજ માફી સ્કીમનો મહત્તમ શહેરીજનો લાભ લઈ શકે તે હેતુસર AMC ટેક્સ વિભાગ દ્વારા જે નાગરિક કરદાતાના મોબાઈલ નંબર હોય તેમને ટેક્સના બાકી લેણાં ભરવા અને હાલ વ્યાજ માફી સ્કીમ હેઠળ કેટલા ટકા રાહત મળી શકે છે
તે અંગે જાણ કરીને ટેક્સની રકમ ભરપાઈ કરી દેવા માટે વોટ્સ અપ પણ કરવામાં આવી રહ્યા છે. AMC દ્વારા ટેક્સના બાકી લેણાં વસૂલવા માટે સીલિંગ ઝુંબેશ મર્યાદિત પ્રમાણમાં હાથ ધરાઈ છે અને અત્યાર સુધીમાં ફક્ત ૫૦૦ જેટલી મિલકતો સીલ કરવામાં આવી છે.
મ્યુનિસિપલ ટેક્સ વિભાગના કર્મચારીઓને ડાRની કામગીરી. કાંકરિયા કાર્નિવલ, ફ્લાવર શો. તેમજ અન્ય કામગીરીમાં ફરજ પર મૂકવામાં આવ્યા હોવાથી સધન સીલિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી ન હોવાનું માનવામાં આવે છે. આમ ઉત્તરાયણ પછી શહેરના તમામ ઝોનમ બાકીદારોની મિલ્કતો સીલ કરવા સહિતના કડક પગલાં લેવા માટે સધન ઝુંબેશ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.
