Western Times News

Gujarati News

અમેરિકાના લોસ એન્જલસમાં રેલીમાં ખામેનેઈનો વિરોધ કરતા લોકોને ટ્રક ચાલકે કચડ્યાં

વાશિગ્ટન, ઈરાનમાં ચાલી રહેલા સરકાર વિરોધી પ્રદર્શનોની આગ હવે અમેરિકા સુધી પહોંચી છે, જ્યાં લોસ એન્જલસમાં ઈરાનના પદભ્રષ્ટ રાજકુમાર રઝા પહલવીના સમર્થનમાં યોજાયેલી એક રેલીમાં હિંસક ઘટના બની હતી. ઈરાનની રાજાશાહી વિરોધી સંગઠન એમઈકેનુ સ્ટીકર લગાવેલી એક ટ્રક પ્રદર્શનકારીઓની ભીડમાં ઘૂસી ગઈ હતી અને લોકોને કચડતી આગળ વધી ગઇ હતી. આ હુમલામાં ઘણા પ્રદર્શનકારીઓ ઘાયલ થયા હતા.

આ ટ્રક પર નો શાહ એટલે કે ‘શાહ નહીં ચાહિયે’ એવું લખેલું હતું.આ ઘટના લોસ એન્જલસના વેસ્ટવુડ વિસ્તારમાં વિલશાયર ફેડરલ બિલ્ડિંગની બરાબર બહાર બની હતી, જ્યાં ઈરાની શાસન વિરુદ્ધ થઈ રહેલા એક પ્રદર્શન દરમિયાન એક યુ-હોલ ટ્રક ભીડમાં ઘૂસી ગઈ હતી, જેમાં બે લોકોને ઈજા થઈ હોવાના અહેવાલ છે. અહેવાલ મુજબ, આ રેલીમાં હજારો લોકો સામેલ થયા હતા.

આ ઘટનામાં સામેલ ટ્રક પર ઈરાનના ઈતિહાસ સાથે જોડાયેલો એક રાજકીય સંદેશ પણ લખેલો હતો. ટ્રકની બાજુ પર ‘ કોઈ શાસન નહીં લખેલું હતું. આ ઉપરાંત, ટ્રક પર એવું પણ લખ્યું હતું કે “અમેરિકા ૧૯૫૩નું પુનરાવર્તન ન કરો, નો મુલ્લા”. આ સંદેશ ૧૯૫૩માં અમેરિકા સમર્થિત બળવા તરફ ઈશારો કરે છે, જેમાં ઈરાનના તત્કાલીન વડાપ્રધાનને પદભ્રષ્ટ કરીને શાહને ફરીથી સત્તામાં બેસાડવામાં આવ્યા હતા.

સ્થાનિક મીડિયા અનુસાર, પોલીસે બાદમાં યુ-હોલ ટ્રકમાંથી એક વ્યક્તિને બહાર કાઢીને ઘટનાસ્થળે જ તેની અટકાયત કરી હતી. જ્યારે પોલીસ તેને ત્યાંથી લઈ જઈ રહી હતી, ત્યારે ઘણા પ્રદર્શનકારીઓએ તેના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યાે હતો, પરંતુ પોલીસે હસ્તક્ષેપ કરીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ટ્રકનો વિન્ડશિલ્ડ સંપૂર્ણપણે તૂટેલો જોવા મળે છે.

કાયદા અમલીકરણ અધિકારીઓએ કહ્યું છે કે હાલ તે સ્પષ્ટ નથી કે ડ્રાઈવરે જાણીજોઈને ભીડને કચડી હતી કે કેમ. ઉલ્લેખનીય છે કે આ રેલી ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોના સમર્થનમાં આયોજિત કરવામાં આવી હતી, જેમાં અમેરિકા સ્થિત કાર્યકર્તાઓના જણાવ્યા અનુસાર, હિંસક દમન દરમિયાન અત્યાર સુધીમાં ૫૦૦થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.