ગૌવંશ કતલ કરતા સગીર સહિત ૩ ઝડપાયા એક ફરાર
અંકલેશ્વર, અંકલેશ્વર કાગળીવાડમાં ગૌવંશ કતલ કરતા સગીર સહિત ૩ ઝડપાયા ગયા હતા જયારે એક ઈસમ ફરાર થઇ ગયા હતા. શહેર એ ડિવિઝન પોલીસે ચોક્કસ માહિતી આધારે દરોડા પાડ્યા હતા.
પોલીસે રીક્ષા મોપેડ તેમજ મોબાઈલ અને શંકાસ્પદ ૧૩૦ કિલો ગૌવંશ મળી ૯૧ હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યાે હતો.અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ ની ટીમ ને ચોક્કસ માહિતી મળી હતી કે આસીફ ઇકબાલ ઉર્ફે મિનું રસીદ કાદર મલેક પોતાના કાગડીવાડ સ્થિત દુધીયા પીર ની દરગાહ પાસે આવેલ મકાનના નીચેના રૂમમાં ગૌવંશ લાવી કતલ કરી રહ્યા છે.
જે માહિતી આધારે પોલીસે દરોડા પાડતા ઘર બહાર મોપેડ પર નજર રાખી બેઠેલ ઈસમ પોલીસ જોતા જ ભાગ્યો હતો. જયારે પોલીસે ઘરમાં દરોડા પાડતા છરા સાથે સગીર સહિત ૩ ઈસમો શંકાસ્પદ ગૌવંશ કતલ કરતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા.
પોલીસે ત્વરિત અસરથી કતલ કરવાના છરા તેમજ કતલ કરેલ ગૌવંશ અને તેના અવશેષો મળી ૧૩૦ શંકાસ્પદ ગૌ વંશ નો જથ્થો જપ્ત કરી એફ. એસ.એલ માં મોકલી આપ્યો હતો. પોલીસે સ્થળ પર થી અબ્દુલ રઝાક ગુલામ કુરેશી, સાહીદ અબ્દુલ રસીદ કુરેશી અને એક સગીરની ધરપકડ કરી હતી.
તેમજ ૩ મોબાઈલ એક રીક્ષા અને એક મોપેર્ડ મળી ૯૧ હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યાે હતો. જયારે પોલીસ જોઈ ફરાર થયેલ ગૌવંશ કતલ થઇ રહેલા મકાનના માલિક અને સગીરના પિતા એવા આસીફ ઇકબાલ ઉર્ફે મિનું રસીદ કાદર મલેકને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.SS1MS
