Western Times News

Gujarati News

કિવિ સામે કોહલી સદી ચૂક્યો પણ ભારતનો રોમાંચક વિજય

વડોદરા, વિરાટ કોહલીએ ફરી એક વાર વન-ડે ક્રિકેટ અને ભારતીય ટીમમાં પોતાનું મહત્વ પુરવાર કરી દેતાં રવિવારે અહીં રમાયેલી પ્રથમ વન-ડે ક્રિકેટ મેચમાં પ્રવાસી ન્યૂઝીલેન્ડ સામે ભારતને ચાર વિકેટે રોમાંચક વિજય અપાવ્યો હતો. અહીંના કોટામ્બી સ્ટેડિયમ ખાતે રમાયેલી સૌ પ્રથમ વન-ડેમાં કોહલી સદી ચૂકી ગયો હતો પરંતુ તેણે શાનદાર ૯૩ રન ફટકાર્યા હતા. આમ છતાં ભારતને અંતિમ ઓવર્સમાં રન માટે સંઘર્ષ કરવો પડ્યો હતો.

કોટામ્બી ખાતેના સ્ટેડિયમ પર રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતાં ન્યૂઝીલેન્ડે તેની ૫૦ ઓવરમાં આઠ વિકેટે ૩૦૦ રનનો સ્કોર રજૂ કર્યાે હતો જેના જવાબમાં ભારતે ૪૯ ઓવરમાં છ વિકેટ ગુમાવીને ૩૦૬ રન કરી લીધા હતા. મેચ જીતવા માટે ૩૦૧ રનના ટારગેટ સામે રમતાં ભારતે પ્રભાવશાળી પ્રારંભ કર્યાે હતો પરંતુ રોહિત શર્મા લાંબું ટકી શક્યો ન હતો. તેણે ૨૯ બોલમાં બે સિક્સર અને ત્રણ ચોગ્ગા સાથે ૨૬ રન ફટકાર્યા હતા. જોકે નવમી ઓવર સુધીમાં ભારત ૩૯ રન કરી શક્યું હતું.

વિરાટ કોહલી અને કેપ્ટન શુભમન ગિલે બાજી સંભાળી લીધી હતી અને ૧૦૭ બોલમાં ૧૧૮ રનની ભાગીદારી નોંધાવીને ટીમને સધ્ધર સ્થિતિમાં લાવી દીધી હતી.ભારતનો સ્કોર ૨૬.૩ ઓવરમાં ૧૫૭ હતો ત્યારે ગિલ આઉટ થયો હતો. તેણે ૭૧ બોલમાં ત્રણ ચોગ્ગા અને બે સિક્સર સાથે ૫૬ રન ફટકાર્યા હતા.

જોકે જ્યાં સુધી વિરાટ કોહલી મેદાન પર હતો ત્યાં સુધી ભારતનો વિજય આસાન જણાતો હતો. કોહલીએ તેની કારકિર્દીની ૩૦૯મી વન-ડે મેચ રમતાં તે ૫૪મી સદી ચૂકી ગયો હતો. ફટકારી હતી.

ઓક્ટોબર ૨૦૨૫માં તેણે સિડની ખાતે ઓસ્ટ્રેલિયા સામે અણનમ ૭૪ રન ફટકાર્યા ત્યારથી આ તેનો સળંગ પાંચમો ૫૦+નો સ્કોર હતો જેમાં બે સદી પણ સામેલ છે. અંતે કાયલ જેમિસનની બોલિંગમાં તે ૯૧ બોલમાં ૯૩ રન ફટકારીને આઉટ થઈ ગયો હતો. કોહલીએ આઠ ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી. તેણે શ્રેયસ ઐયર સાથે ૭૭ રનની ભાગીદારી નોંધાવી હતી.

જોકે આ બંનેની વિકેટ પડ્યા બાદ ભારત મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું. અહીં કે એલ રાહુલે એક છેડો સાચવીને બેટિંગ કરી હતી. અગાઉ ન્યૂઝીલેન્ડે તેની ઇનિંગ્સની શાનદાર શરૂઆત કરી હતી. ભારતે ટોસ જીતીને હરીફ ટીમને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

જોકે પ્રારંભમાં આ નિર્ણય અયોગ્ય ઠર્યાે હતો કેમ કે બંને કિવિ ઓપનરે પહેલી વિકેટ માટે ૨૨મી ઓવર સુધીમાં ૧૧૭ રન ઉમેરી દીધા હતા. ડેવોન કોનવે અને હેનરી નિકોલસ બંનેએ લગભગ એક સાથે જ આક્રમક વલણ અપનાવ્યું હતું. કોનવેએ ૬૭ બોલમાં ૫૬ રન ફટકાર્યા હતા તો તેના કરતાં વધુ બહેતર સ્ટ્રાઇક રેટથી ૬૯ બોલમાં ૬૨ રન ફટકાર્યા હતા. કોનવેએ છ ચોગ્ગા અને એક સિક્સર તો નિકોલસે આઠ ચોગ્ગા ફટકાર્યા હતા.

અંતે બાવીસમી ઓવરમાં હર્ષિત રાણાએ ભારતને પ્રથમ સફળતા અપાવતાં નિકોલસને આઉટ કર્યાે હતો તો ૨૪મી ઓવરમાં તેણે કોનવેને પણ આઉટ કરી દીધો હતો. આમ ન્યૂઝીલેન્ડે ૧૨૬ રનના સ્કોરે બે વિકેટ ગુમાવી હતી.જોકે ત્યાર બાદ ટીમની રનગતિમાં ખાસ ફરક પડ્યો ન હતો કેમ કે આ તબક્કે ડેકેલ મિચેલ બેટિંગમાં આવ્યો હતો. મિચેલે ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સની સૌથી મહત્વની બેટિંગ કરીને ટીમ માટે સર્વાેચ્ચ સ્કોર નોંધાવ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.