Western Times News

Gujarati News

ગુજરાતના પ્રવાસે આવેલા જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝએ અડાલજની ઐતિહાસિક વાવની લીધી મુલાકાત

જર્મન ચાન્સેલર શ્રી ફ્રેડરિક મેર્ઝએ ગાંધીનગરના અડાલજ ખાતે વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક અડાલજની વાવની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓ વાવના બાંધકામ અને નકશી કામને નિહાળી પ્રભાવિત થયા હતા.

આ પ્રસંગે તેમની સાથે ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકરભારત સ્થિત જર્મનીના રાજદૂત શ્રી ફિલિપ એકરમેનકેન્દ્રીય વિદેશ મંત્રાલયના પ્રોટોકોલના ચીફ શ્રી અમિતકુમારગુજરાત સરકારના પ્રવાસન સચિવ શ્રી કુલદીપ આર્યગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર શ્રી જે.એન. વાઘેલાજિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.જે.પટેલડેપ્યુટી ચીફ પ્રોટોકોલ શ્રી સંકેતસિંહ વાઘેલાઆર્કિયોલોજી વિભાગના બરોડા સર્કલના એસ.એ.એ.એસ.આઇ. શ્રી શુભમ મજુમદાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.