Western Times News

Gujarati News

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મેગા પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો

સ્ટાર્ટઅપ્સને પરિણામલક્ષી રીતે મૂર્તિમંત કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે. ચેરમેન શ્રી સરદારસિંહ બારીયા 
 ભિલોડા: અરવલ્લી જિલ્લાના મોડાસા સ્થિત ઈજનેરી કોલેજમાં મેગા પ્લેસમેન્ટ કેમ્પ સરદાર પટેલ સહભાગી સંચય યોજનાના અધ્યક્ષશ્રી સરદારસિંહ એમ. બારીઆના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

ચેરમેન શ્રી સરદારસિંહ એમ.બારીઆએ વિધાર્થીઓને સંબોધતા ચેરમેનશ્રીએ જણાવ્યું હતું કે, સ્ટાર્ટઅપ્સને પરિણામલક્ષી રીતે મૂર્તિમંત કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે અને આ અભિગમને આગળ ધપાવતાં રાજ્યમાં રૂ. ર૦૦ કરોડની જોગવાઇ સાથે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસી ઘડીને યુવાનોના સપના સાકાર કરવાની દિશા આપી છે. વધુમાં જણાવ્યુંહતુંકે, દુનિયામાં સૌથી વધુયુવા શકિતધરાવતા ભારતમાંયુવાધનનાશકિતસામર્થ્યનેયોગ્યરોજગારઅવસરઆપીનેગુજરાતરોજગારસર્જનઅનેયુવાશકિતનેનિખારઆપવામાંપણરોલમોડેલબનેતેવીરાજ્ય સરકારનીનેમછે.

વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ યુવા પેઢીનું ભાવિ ઉજ્જવળ બને તેવા હેતુથી સ્કીલ ઇન્ડીયા,  મેઇક ઇન ઇન્ડીયા, સ્ટાર્ટઅપ ઇન્ડીયા, આઇક્રિયેટ જેવા અભિયાનોથી દેશના યુવાધનને વૈશ્વિક રીતે સમર્થ બનાવવા ડગ માંડ્યા  છે. સ્કીલ હોય-યુવાધન હોય, સજ્જતા હોય ત્યારે આવનારી સદી યુવાનોની બનશે અને ગુજરાત એમાં રોલ મોડેલ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

રાજ્યનો યુવાન તેની શૈક્ષણિક કારકિર્દીને અનુરૂપ નોકરી મેળવી પગભર બને તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ યુવાનોના ટેકનીકલ જ્ઞાન, વિચાર, ક્ષમતા અને રિસર્ચને નવી દિશા આપવા સ્ટાર્ટઅપ અને સ્ટુડન્ટ ઇનોવેશનના નવા અભિગમો અપનાવ્યા છે, ત્યારે રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકારે યુવાશકિતના ટેકનીકલ ઇનોવેશન્સને સ્ટાર્ટઅપથી પ્રોત્સાહન ધ્યેય રાખ્યો છે

તો વળી રાજય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતના તમામ સરકારી  અને અનુદાનિત કોલેજોના અંતિમ વર્ષમાં અભ્યાસ કરનાર વિધાર્થીઓને ઘર આંગણે જ સારી કંપનીઓમાં પ્લેસમેન્ટ/જોબ મળી રહે તે માટે માટે રાજયમાં પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કર્યુ છે. જેમાં રજીસ્ટ્રેશન કરાવેલ ૩૨૦૦થી વધુ વિધાર્થીઓને આઈ.બી.એમ., ટી.સી.એસ., ઝીપ હાયર, એલ.આઈ.સી., હાઈ ટેક જેવી વગેરે નામાંકિત  ૭૦થી પણ વધુ કંપનીઓ હાજર રહી જોબની ઓફર કરી હતી.

જિલ્લા કલેક્ટરશ્રી અમૃતેશ ઔરંગાબાદકરે વિદ્યાર્થિઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતુ કે આપણી કાર્કીદી જે ક્ષેત્રનુ જ્ઞાન મેળવવાથી બનતી હોય તેવા પ્રકારનું જ્ઞાન મેળવવું અને તે ક્ષેત્રમાં મન લગાવીને કામ કરવું જોઇએ અને વધુમાં તેમણે ઉમેર્યું હતું કે અભ્યાસ પૂર્ણ કર્યાની સાથે જ નોકરી આપના હાથમાં છે તો તે નોકરીનો સ્વિકાર કરીને આ કારર્કિદી સાધવાની તકને ઝડપી લેવી જોઈએ.

આ પ્રસંગે પ્લેસમેન્ટ ફેરમાં જોબ મેળવાનાર વિધાર્થીઓ તેમજ ભાગીદાર થનાર કંપનીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે  ભિલોડાના ધારાસભ્યશ્રી ડૉ. અનિલ જોષયારા, બાયડના ધારાસભ્યશ્રી, જશુભાઈ પટેલ, શ્રી ડો. બી. જે. શાહ આચાર્ય સરકારી એન્જિન્યરીંગ કોલેજ મોડાસા, શ્રી શૈલેશ ભાવસાર બાયડ સરકારી આર્ટસ કોલેજ આચાર્ય, પ્રો. એમ.બી.ચૌધરી, જિલ્લાના ઈજનેરી કોલેજના પ્રાધ્યાપકગણ અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.