Western Times News

Gujarati News

ખેડબ્રહ્મા પોલીસ દ્વારા ૯૨ ચાઈનીઝ ફિરકી સાથે એક ઇસમ પકડાયો

(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) નાયબ પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડૉ.પાર્થરાજસિંહ ગોહીલ  સાબરકાંઠા નાઓએ સાબરકાઠા જીલ્લામાં ચાઇનીઝ દોરીના ગેર કાયદેસર વેચાણ બાબતે ચાઇનીઝ દોરીના કેસો શોધી કાઢવા સુચના કરેલ હોઈ જે સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબ ઇડર વિભાગ,

ઈડરનાઓના સીધા માર્ગદર્શન હેઠળ આર.ટી.ઉદાવત પોલીસ ઇન્સ્પેક્ટર ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનનાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસોને આ દિશામા સતત વોચ રાખી કાર્યરત રહેવા સુચન આપેલ જે સુચના આધારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પી.આઈ. આર.ટી. ઉદાવત તથા સર્વેલન્સ ટીમના માણસો અહેકો ધર્મેન્દ્રકુમાર નટવરભાઈ, અહેકો કનુભાઈ મોગજીભાઈ, તથા આપોકો દિલીપભાઈ રણછોડભાઈ વિગેરે પેટ્રોલિંગમાં હતા

તે દરમ્યાન સાથેના આ.પો કો દિલીપકુમાર રણછોડભાઈને બાતમી હકીકત મળેલ કે, પરોસડા ગામનો ફરદિનખાન ફીરોજખાન પઠાણ ચાઇનીઝ દોરીનુ વેચાણ કરવા સારૂ તેની ક્રેટા ગાડી નંબર એચ.આર.૩૬ વાય ૦૦૭૭ નીમાં ચાઇનીજ દોરી લઇને ખેડબ્રહમા તરફ આવનાર છે જે હકીકત આધારે નાકા ગામે ડેમ નજીક રોડ ઉપર વોચમા હતા તે દરમ્યાન એક ઇસમ ઉપરોકત બાતમી વાળી ગાડી પરોસડા તરફ થી લઇને આવતો હોય

અને તે શંકાસ્પદ લાગતાં સદરી ગાડી ને હાથનો ઇશારો કરી ઉભી રખાવેલ અને ગાડીના ચાલકને નીચે ઉતારી નામઠામ પુછતાં પોતે પોતાનુ નામ ફરદિનખાન ફીરોજખાન પઠાણ રહે. પરોસડા તા વિજયનગર જી. સાબરકાંઠા હોવાનુ જણાવતો હોય. અને સદરીની ગાડીમા જોતા બે ખાખી કલરના પુંઠા ના ખોખા હોય જે ખોખા ખોલી જોતા મોનો કાઇટ ફાઇટર કંપનીની અલગ-અલગ કલરની ચાઈનીઝ દોરીની ફીરકીઓ ભરેલ હોઈ જે ફીરકીઓ ગાડીમાંથી નીચે ઉતારી ગણી જોતા

ચાઈનીઝ ફીરકીઓ કુલ ૯૨ નંગ જેના એક નંગની કીંમત રૂ. ૫૦૦/-ની ગણી કુલ -૯૨ ફીરકીની કી.રૂ.૪૬૦૦૦/- નો મુદ્દામાલ મળી આવતા સદરી આરોપી વિરૂધ્ધ ખેડબ્રહમા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરી કાયદેરની કાર્યવાહી કરવામાં આવેલ છે આમ ખેડબ્રહમા પોલીસને ગેર કાયદેસર ચાઇનીઝ દોરી જથ્થો શોધી કાઢવામાં સફળતા મળેલ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.