Western Times News

Gujarati News

અણિયાદ ગામની દિકરી BSFમાં જોડાતા સન્માન કરાયું

(પ્રતિનિધિ) ગોધરા, શહેરા તાલુકાના અણિયાદ ગામ સ્થિત લક્ષ્મણપુરા પ્રાથમિક શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની વૈશાલીબેન કિરણસિંહ બારીઆ બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં જોડાતા સમગ્ર શાળા પરિવાર, ગામ અને શહેરા તાલુકામાં ગૌરવની લાગણી પ્રસરી છે.

વૈશાલીબેને BSFની કઠિન તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી તા. ૨૯ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ શહેરા પરત ફરતા તેમના સન્માનાર્થે ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સન્માન સમારોહમાં જિલ્લા પંચાયત અણિયાદના સદસ્ય વિનુભાઈ અમરાભાઈ નાયક, બક્ષીપંચ મોરચાના પ્રમુખ રમણસિંહ હિંમતસિંહ રાઠોડ, અણિયાદ ગામના સરપંચ સરસ્વતીબેન દિલીપભાઈ બારીઆ, ગામના અગ્રણી આરતભાઈ ફતેસિંહ બારીઆ,

હીરાભાઈ હેમાભાઈ, વાઘાસાહેબ, શિક્ષક ઘટક સંઘના ઉપપ્રમુખ ભવાનસિંહ, પગાર કેન્દ્ર શાળા અણિયાદના આચાર્ય, પેટા શાળાઓના આચાર્યઓ, સી.આર.સી. મનોહરસિંહ બિયોલા, પાલીખંડા સી.આર.સી. ભુપેન્દ્રસિંહ સોલંકી સહિત ગામના આગેવાનો, એસ.એમ.સી. સભ્યો, યુવા મિત્રો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

હાજર મહેમાનોએ વૈશાલીબેનના મ્જીહ્લમાં જોડાવાને સમગ્ર શહેરા તાલુકો તેમજ પંચમહાલ જિલ્લાને ગૌરવ અપાવનાર સિદ્ધિ ગણાવી અને તેમને ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ અને આશીર્વાદ પાઠવ્યા. લક્ષ્મણપુરા પ્રાથમિક શાળા પરિવાર દ્વારા વૈશાલીબેનને મોમેન્ટો અને સન્માનપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું.

ઉપરાંત ગામના બારીઆ સમાજના અગ્રણીઓ તથા ઉપસ્થિત મહેમાનો દ્વારા શાલ, પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું.

BSFમાં જોડાઈ દેશસેવામાં અર્પણ થયેલી વૈશાલીબેન બારીઆ સમગ્ર પંચમહાલ જિલ્લાના યુવાઓ માટે અને ખાસ કરીને દીકરીઓ માટે પ્રેરણારૂપ બની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.