સ્વામી વિવેકાનંદની જન્મજયંતીની ભરૂચ ભાજપ યુવા મોરચા દ્વારા ઉજવણી
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભારતનાં મહાન દાર્શનિક, આધ્યાત્મિક નેતા અને સમાજ સુધારક સ્વામી વિવેકાનંદની જન્મજયંતી નિમિત્તે ભરૂચ ભાજપ યુવા મોરચા દ્વારા તેઓની પ્રતિમાને ફુલહાર કરી ઉજવણી કરવામાં આવી હતી.
૧૨ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ આખો દેશ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે.ત્યારે આ દિવસને ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ તરીકે પણ ઉજવવામાં આવે છે.કારણ કે સ્વામી વિવેકાનંદનું વ્યક્તિત્વ અને તેમના વિચારો અનંતકાળ સુધી યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે. ૧૯મી સદીના અંતમાં જ્યારે ભારત ગુલામી અને અંધશ્રદ્ધાની બેડીઓમાં જકડાયેલું હતું,ત્યારે સ્વામી વિવેકનાંદએ વિશ્વને ભારતીય આધ્યાત્મિકતા અને માનવતાવાદનો ચહેરો બતાવ્યો હતો.જેણે પશ્ચિમના દ્રષ્ટિકોણને હંમેશ માટે બદલી નાખ્યો હતો.
સ્વામી વિવેકાનંદ માત્ર એક સંન્યાસી નહોતા, તેઓ એક સમાજ સુધારક, વિચારક અને રાષ્ટ્રવાદી સંત હતા.ત્યારથી તેઓની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે ભરૂચ ભાજપ યુવા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદ ની જન્મ જયંતિ અને યુવા દિવસની ઉજવણીના ભાગરૂપે શહેરના સ્ટેચ્યુ પાર્ક અને કલેક્ટર કચેરી નજીક આવેલ તેઓની પ્રતિમાને મહાનુભાવો દ્વારા ફુલહાર કરી તેઓના કાર્યને યાદ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ભરૂચ ભાજપ જીલ્લા પ્રમુખ પ્રકાશ મોદી,ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,પૂર્વ જીલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા,પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ,ભાજપ ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ,જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી,યુવા મોરચા જીલ્લા પ્રમુખ ઋષભ પટેલ,શહેર યુવા મોરચા પ્રમુખ મિહિર સોલંકી,ભરૂચ પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત જીલ્લા અને શહેર ભાજપ તેમજ યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
