અમેરિકા સાથે વાટાઘાટો અને યુદ્ધ બંને માટે સજ્જઃ ઈરાન
તેહરાન, છેલ્લા ૧૫ દિવસથી હિંસક વિરોધ પ્રદર્શનોના કારણે અરાજકતાથી ઘેરાયેલા ઈરાન પર સૈન્ય હુમલો કરવાની ધમકી યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આપેલી છે. ઈરાનમાં વિરોધ પ્રદર્શનોને કચડી નાખવાના પ્રયાસો દરમિયાન ૫૭૨ લોકોના મોત થયા છે અને ટ્રમ્પે પ્રદર્શનકારીઓની મદદ કરવાની તૈયારી દર્શાવી છે ત્યારે ઈરાનમાં સત્તા પલટાની આશંકાઓ વચ્ચે આશ્ચર્યજનક રાજકીય ઘટનાક્રમ સર્જાયો છે.
જેમાં ઈરાને અમેરિકા સાથે વાટાઘાટો અને યુદ્ધ બંને માટે તૈયાર હોવાનું જણાવ્યું છે. તેહરાન ખાતે વિદેશી રાજદૂતો સાથે વાત કરતાં વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું હતું કે, ઈસ્લામિક રીપબ્લિક કોઈ દેશ સાથે ઘર્ષણ ઈચ્છતું નથી, પરંતુ તેના માટે સંપૂર્ણ સજ્જ છે.
ન્યાયી, સમાન અને પરસ્પર આદરના ધોરણે કોઈપણ વાતચીત થાય તો તેના માટે ઈરાન તૈયાર છે. જો કે વિપરિત ગેરસમજ સાથે વાટાઘાટો થાય તો તેનો વિરોધ કરે છે. જૂન મહિનામાં ઈઝરાયેલ સાથે ટૂંકા યુદ્ધમાં જે તૈયારી હતી, તેના કરતા વધુ સજ્જતા આ વખતે છે.
ઈરાને યુદ્ધ કરવાના બદલે અમેરિકા સાથે વાટાઘાટો કરવાની ઈચ્છા દર્શાવી હોવાનો દાવો ટ્રમ્પે કર્યાે હતો. ત્યારબાદ ઈરાન તરફથી આવેલી પ્રતિક્રિયાએ યુદ્ધ સિવાયના માર્ગ પણ ખુલ્લા હોવાનો સંકેત આપ્યો છે.SS1MS
