રાજકોટ પહોંચેલી ટીમનું પરંપરાગત સ્વાગત – કુમકુમ તિલક અને હાર પહેરાવી આવકાર
રાજકોટ, ન્યુઝીલેન્ડ ટીમનું આગમનઃ રાજકોટ અહિંના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડીયમ ખાતે બીજા વન-ડે મેચ રમાનાર છે ત્યારે ન્યુઝીલેન્ડની ટીમનું પણ આગમન થઇ ચુક્યું છે. હોટલ ફોરચ્યુન ખાતે ખેલાડીઓનું કુમકુમ તિલક કરી હાર પહેરાવી સ્વાગત કરવામાં આવેલ.
🏏 રાજકોટમાં ભારત-ન્યુઝીલેન્ડ વનડે મુકાબલો
- મેચનું સ્થળ: નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ, ખંઢેરી, રાજકોટ
- તારીખ: 14 જાન્યુઆરી 2026
- વિશેષતા: રાજકોટમાં ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે 27 વર્ષ બાદ વનડે મુકાબલો
- છેલ્લી વખત 5 નવેમ્બર 1999ના રોજ માધવરાય સિધિયા ગ્રાઉન્ડ પર મુકાબલો થયો હતો
🇳🇿 ન્યુઝીલેન્ડ ટીમનું આગમન
- ગઈ સાંજે રાજકોટ પહોંચેલી ટીમનું કાઠીયાવાડી પરંપરાગત સ્વાગત – કુમકુમ તિલક અને હાર પહેરાવી આવકાર
- હોટલ ફોર્ચ્યુન ખાતે ખેલાડીઓનું ભવ્ય સ્વાગત
🇮🇳 ભારત ટીમની તૈયારી
- આજે સાંજે 5:30 વાગ્યે ભારતની ટીમ નેટ પ્રેક્ટિસ કરશે
- ન્યુઝીલેન્ડની ટીમ બપોરે 1:30 વાગ્યે પ્રેક્ટિસ કરશે
⚡ મેચની તૈયારીઓ
- સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ
- સ્ટેડિયમમાં કડક સુરક્ષા બંદોબસ્ત
- પીચ બેટિંગ અને બોલિંગ બંને માટે અનુકૂળ રીતે તૈયાર
- દર્શકોની સુવિધા માટે ખાસ વ્યવસ્થા
રાજકોટઃ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વનડે સિરીઝની બીજી મહત્વપૂર્ણ મેચ રાજકોટના ખંઢેરી સ્થિત નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં 14 જાન્યુઆરી, 2026ના રોજ યોજાવા જઈ રહી છે. આ મેચને લઈને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. બન્ને ટીમને કાઠીયાવાડી પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ૧૪મી તારીખે યોજાનારા આ હાઈવોલ્ટેજ મુકાબલા માટે ક્રિકેટ ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ ઐતિહાસિક મેચ માટે ભારત અને ન્યુઝીલેન્ડ બંને ટીમોનું ગઈ સાંજે રાજકોટમાં આગમન થયું હતું. ટીમોનું કાઠીયાવાડી પરંપરાગત રીતે ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ટીમોના આગમનને પગલે શહેરના હોટેલ અને સ્ટેડિયમ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મેચના એક દિવસ પૂર્વે એટલે કે આજે બપોરે ૧:૩૦ વાગ્યાથી ન્યુઝીલેન્ડની ટીમ અને બાદમાં સાંજે ૫:૩૦ વાગ્યાથી ભારત જ ટીમ નેટ પ્રેક્ટીસ કરનાર છે.
આ મેચની સૌથી ખાસ વાત એ છે કે રાજકોટની ધરતી પર ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પૂરા ૨૭ વર્ષ બાદ વનડે મુકાબલો યોજાઈ રહ્યો છે. આંકડાઓ પર નજર કરીએ તો, છેલ્લે ૫ નવેમ્બર ૧૯૯૯ના રોજ રાજકોટના જૂના માધવરાય સિધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પર બંને દેશો વચ્ચે ટક્કર થઈ હતી. હવે અઢી દાયકા બાદ નિરંજન શાહ સ્ટેડિયમમાં ફરી એકવાર આ બંને દિગ્ગજ ટીમો આમને-સામને ટકરાશે, જે આ મેચને ઐતિહાસિક બનાવે છે.
