ઉત્તરાયણમાં 108 ઇમરજન્સીમાં 5,000થી વધુ કેસ નોંધાયા – ગયા વર્ષ કરતા 734 વધુ
અમદાવાદ, ગુજરાતમાં ઉત્તરાયણનો પર્વ હર્ષોલ્લાસની સાથે અનેક પરિવારો માટે પીડાદાયક સાબિત થયો છે. પતંગની ધારદાર દોરી અને અગાસી પરથી પટકાવા જેવી ઘટનાઓને કારણે રાજ્યભરમાં અકસ્માતોની હારમાળા સર્જાઈ છે. ૧૪ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ રાત્રે ૯ વાગ્યા સુધીના આંકડા મુજબ, રાજ્યમાં કટોકટીની સ્થિતિમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
🪁 ઉત્તરાયણ 2026 – આનંદથી દુઃખમાં ફેરવાયેલો તહેવાર
- ગુજરાતમાં ઉત્તરાયણના દિવસે પતંગની ધારદાર દોરી અને અગાસી પરથી પટકાવાની ઘટનાઓને કારણે અનેક અકસ્માતો બન્યા.
- પંચમહાલ, નવસારી અને જેતપુરમાં બાઈક સવાર અને પદયાત્રીઓ ગંભીર રીતે ઘાયલ થયા.
- જેતલસર ગામમાં એક મહિલા અગાસી પરથી પટકાતા માથામાં ગંભીર ઈજા થઈ.
📊 આંકડા
- 108 ઇમરજન્સી સેવા મુજબ, 5,000થી વધુ કેસ નોંધાયા – ગયા વર્ષ કરતા 734 વધુ.
- 685 પશુ ઇમરજન્સી કેસ અને 340 પક્ષી ઇમરજન્સી કેસ પણ નોંધાયા.
- પ્રતિબંધ હોવા છતાં ચાઈનીઝ/ધારદાર દોરીનો ઉપયોગ યથાવત રહ્યો.
⚠️ મોતની ઘટનાઓ
- આણંદ (ખંભાત): 8 વર્ષના બાળકનું મોત.
- અરવલ્લી (બાયડ): મોપેડ પર જતા સગીરનું મોત.
- ભરૂચ (જંબુસર): બાઈક અકસ્માતમાં યુવકનું મોત.
- કુલ મળીને પાંચ લોકોના જીવ ગયા, અનેક ઘાયલ થયા.
14 જાન્યુઆરીને સુરતમાં એક પરિવારના ત્રણ સભ્ય 70 ફૂટ ઊંચા ફ્લાયઓવર બ્રિજ પરથી બાઇક પર પસાર થઈ રહ્યો હતો, ત્યારે પતંગની દોરી અચાનક તેમની સામે આવી ગઈ હતી.
દોરી હટાવવા જતા બાઈકચાલકે સ્ટીયરિંગ પરથી સંતુલન ગુમાવી દીધુ અને પૂલથી 70 ફૂટ નીચે પડી ગયા હતાં. આ ઘટનામાં 7 વર્ષની પુત્રી અને 35 વર્ષીય પિતાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. જ્યારે માતા ચમત્કારિક રીતે નીચે પાર્ક કરેલી ઓટોરિક્ષા પર પડવાના કારણે બચી ગઈ હતી. ઘટનાને પગલે લોકોનું ટોળું સ્થળે એકઠું થઈ ગયું હતું.
ઉત્તરાયણના દિવસે ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં બનેલી ગંભીર ઘટનાઓ બની હોવાની વિગતો સામે આવી છે. પંચમહાલના હાલોલના દાવડા ગામ પાસે બાઈક લઈને પસાર થઈ રહેલા એક યુવકના મોઢા પર પતંગની દોરી આવી જતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. દોરી મોઢામાં ફસાઈ જતા યુવક રોડ પર ઢસડાયો હતો. તેને વધુ સારવાર માટે વડોદરા રીફર કરાયો છે.
જેતપુરમાં દોરી અને અગાસી પરથી પટકાવાના કિસ્સાઃ જેતપુરના નવાગઢ રોડ પર એક યુવકને કપાળના ભાગે દોરી વાગતા ઈજા થઈ હતી. જ્યારે જીથુડી રોડ પર ૬૦ વર્ષના એક આધેડનું ગળું કપાતા તેમને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
