Western Times News

Gujarati News

લંડનમાં પાકિસ્તાની ગ્રૂમિંગ ગેન્ગે શીખ સગીરા પર સામૂહિક બળાત્કાર કર્યાે

લંડન, વિકસિત અને સભ્ય ગણાતા ઈંગ્લેન્ડના કેન્દ્ર સમાન લંડન શહેરમાં માનવતાને શરમાવતી આઘાતજનક ઘટના બની છે. પાકિસ્તાની ગ્‰મિંગ ગેંગે ૧૪ વર્ષની શીખ સગીરાને પોતાની જાળમાં ફસાવી હતી.

આ ગેંગે સગીરાનું અપહરણ કરી એક ફ્લેટમાં ગોંધી રાખી હતી અને ૫-૬ લોકોએ તેના પર બળાત્કાર ગુજાર્યાે હતો. પીડિતાએ ચુંગાલમાંથી નાસી છૂટવા પ્રયાસ કર્યાે હતો, પરંતુ વાસનાભૂખ્યા વરુઓએ તેને ધમકાવીને ચૂપ કરી દીધી હતી. આ ચોંકાવનારી ઘટના અંગે પશ્ચિમ લંડન ખાતે આવેલા ગ્‰મિંગ ગેંગના એક નરાધમના ફ્લેટને ૨૦૦ શીખના ટોળાએ ઘેરી લીધો હતો અને કલાકો સુધી સૂત્રોચ્ચાર કર્યા હતા. સામૂહિક પ્રયાસના કારણે સગીરાનો છુટકારો થયો હતો.

શીખ સભ્યોએ કરેલા દાવા મુજબ, પશ્ચિમ લંડનમાં નાની છોકરીઓના અપહરણ અને શોષણની ઘટનાઓ સામાન્ય બની રહી છે. ભારતમાં યુવતીને પ્રેમજાળમાં ફસાવીને અત્યાચાર ગુજારવાની મલિન માનસિકતાને લવ જેહાદ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે પશ્ચિમી દેશોમાં આ પ્રકારની કુપ્રવૃત્તિઓને ગુનાઈત કાવતરાની જેમ અંજામ આપતી ટોળકીઓને ગ્‰મિંગ ગેંગ કહેવામાં આવે છે.

શરૂઆતમાં લાગણી અને સંવેદના બતાવીને નિકટતા કેળવ્યા બાદ આ ગ્‰મિંગ ગેંગનો સભ્ય કુમળી વયના લોકોને ફસાવે છે અને તેમના પર જાતિય અત્યાચાર ગુજારીને કટ્ટર બનાવવા પ્રયાસ થાય છે.

આ ઘટનાની ગંભીર નોંધ અમેરિકન અબજોપતિ ઈલોન મસ્કે લીધી છે અને અપૂરતી કાર્યવાહી બદલ બ્રિટિશ વડાપ્રધાનની ટીકા કરી છે.પાકિસ્તાની ગ્‰મરના ફ્લેટમાંથી સગીરાને બચાવનારા શીખોએ કરેલા દાવા મુજબ, તેમણે આ મામલે પોલીસમાં ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી થઈ ન હતી. આખરે થાકેલા લોકોએ પોતાના સમાજમાં આ ઘટના બાબતે માહિતી પ્રસરાવી હતી અને ટોળાએ ભેગા થઈ ફ્લેટને ઘેરી લીધો હતો.

સગીરાને બચાવનારા લોકોના જણાવ્યા મુજબ, પાકિસ્તાની માણસે તેનું અપહરણ કર્યું હતું અને પોતાના ફ્લેટમાં લઈ ગયો હતો. ૫-૬ લોકોએ તેના પર વારંવાર બળાત્કાર ગુજાર્યાે હતો. સગીરાએ તેમની ચુંગાલમાંથી નાસી છૂટવા પ્રયાસ કર્યાે ત્યારે તેને એક રૂમમાં પૂરી દેવાઈ હતી. શીખ સમાજની યુવતીઓ પર દમનની આવી ઘટનાઓ અવાર-નવાર પશ્ચિમ લંડનમાં બની રહી હોવાનો દાવો પણ કરાયો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.