ઓપરેશન સિંદુર ચાલુ છે, દુઃસાહસનો જડબાતોડ જવાબ આપીશુઃ આર્મી ચીફ
નવી દિલ્હી, ઓપરેશન સિંદુર હજુ ચાલું છે અને સરહદ પારના કિપણ દુઃસાહસનો જડબાતોડ જવાબ આપવામાં આવશે એમ દેશના આઆર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ મંગળવારે કહીને પાકિસ્તાનને સીધી ચેતવણી આપી હતી.
અહીં આયોજિત એક પત્રકાર પરિષદને સંબોધતા જનરલ દ્વિવેદીએ કહ્યું હતું કે ચીન સાથેની વાસ્તવિક અંકુશ રેખા ઉપર સ્થિતિ એકદમ સ્થિર છે, તેમ છતાં તેના ઉપર સતત ચાંપતી દેખરેખ અને સતર્કતા રાખવાની જરૂર છે.
ઓપરેશન સિંદુરના વિવિધ પાસાંઓની ઉંડાણભરી વિગતો રજુ કરતાં આર્મી ચીફે કહ્યું હતું કે આ ઓપરેશનના પગલે વ્યૂહાત્મક દૃષ્ટિએ પ્રવર્તમાન માન્યતાઓ અને અનુમાનમાં ધરખમ ફેરફાર થઇ ગયો હતો, કારણ કે ભારતીય લશ્કરના જાંબાજ જવાનોએ આતંકવાદી માળખાને નેસ્તનાબૂદ કરવા માટે પાકિસ્તાનની સરહદની અંદર સુધી ઘૂસી જઇ ભીષણ હુમલો કર્યાે હતો અને ઇસ્લામાબાદની દીર્ઘકાલીન પરમાણુ ધમકીની પીપૂડીને છીન્નભિન્ન કરી નાંખી હતી. “ઓપરેશન સિંદૂર હજુ ચાલુ છે અને ભવિષ્યમાં કોઈ પણ દુઃસાહસનો દ્રઢતાપૂર્વક જડબાતોડ જવાબ આપવામાં આવશે,” તેમ તેમણે કહ્યું હતું.
જનરલ દ્વિવેદીએ જણાવ્યું કે આ ઓપરેશન સરહદપારના આતંકવાદ સામે ભારતનો સંયમિત પરંતુ દૃઢ અને મક્કમ પ્રતિસાદ હતો, જે દેશના લશ્કરની તૈયારી, ચોકસાઈ અને વ્યૂહાત્મક સ્પષ્ટતા દર્શાવે છે. ભારતીય સેના આક્રમક કાર્યવાહી માટે તૈયાર છે.“
ઉત્તરના મોરચે સ્થિતિ સ્થિર છે, પરંતુ સતત સતર્કતા જરૂરી છે. ફરીથી સંપર્ક સ્થાપિત થવો અને વિશ્વાસ નિર્માણના પગલાં પરિસ્થિતિને ધીમે ધીમે સામાન્ય બનાવવામાં મદદરૂપ થઈ રહ્યા છે,” તેમ તેમણે જણાવ્યું. “સાથેસાથે, સમગ્ર સરકારના અભિગમ હેઠળ ક્ષમતા વિકાસ અને આધારીય સુવિધાઓના વિસ્તરણની પ્રક્રિયા પણ આગળ વધી રહી છે,” તેમ તેમણે ઉમેર્યું હતું.SS1MS
