રશિયા-ઈરાન સહિત ૭૫ દેશના નાગરિકોને અમેરિકા વિઝા નહીં આપે
વાશિગ્ટન, અમેરિકાના વિદેશ મંત્રાલયે (સ્ટેટ ડિપાર્ટમેન્ટ) ૭૫ દેશોમાંથી આવતી વિઝા અરજીઓની કામગીરી સંપૂર્ણપણે અટકાવી દીધી છે. આ દેશોમાં રશિયા, અફઘાનિસ્તાન, ઈરાન, ઈરાક, નાઈજીરિયા અને બ્રાઝિલ જેવા દેશોનો સમાવેશ થાય છે.
ટ્રમ્પ સરકારનો તર્ક છે કે, આ પગલા પાછળનું મુખ્ય કારણ એવા અરજદારો પર નજર રાખવાનું છે, જેમના અમેરિકામાં ‘પબ્લિક ચાર્જ’ (સરકારી સહાય પર નિર્ભર) બનવાની સંભાવના વધુ છે. આ પ્રતિબંધો ૧ જાન્યુઆરીથી લાગુ કરવામાં આવ્યા છે અને તે અનિશ્ચિતકાળ સુધી અમલમાં રહેશે.વિદેશ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા એક મેમો અનુસાર, આ પગલું એવા અરજદારો માટે લેવાયું છે જેમના ભવિષ્યમાં સરકારી સહાયતા પર નિર્ભર થવાની શક્યતા જણાય છે. વિભાગ હવે વિઝા સ્ક્રીનિંગ અને તપાસની પ્રક્રિયાઓનું પુનઃમૂલ્યાંકન કરશે.
આ પ્રતિબંધ ત્યાં સુધી લાગુ રહેશે જ્યાં સુધી નવી સુરક્ષા પ્રક્રિયાઓ પૂર્ણ ન થઈ જાય. વિદેશ વિભાગના પ્રવક્તા ટામી પિગાટના જણાવ્યા અનુસાર, અમેરિકા પોતાની સત્તાનો ઉપયોગ એવા લોકોને અટકાવવા માટે કરશે જે અમેરિકી જનતાના ટેક્સના પૈસાનો ફાયદો ઉઠાવીને વેલફેર (કલ્યાણકારી યોજનાઓ) પર નિર્ભર થઈ જાય છે.ટ્રમ્પ પ્રશાસન દ્વારા જે દેશોના નાગરિકોની એન્ટ્રી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે તેમાં સોમાલિયા, રશિયા, અફઘાનિસ્તાન, બ્રાઝિલ, ઈરાન, ઈરાક, ઈજિપ્ત, નાઈજીરિયા, થાઈલેન્ડ, યમન અને અન્ય દેશોનો સમાવેશ થાય છે.
તંત્રનું કહેવું છે કે, સોમાલિયા ખાસ કરીને અમેરિકી અધિકારીઓની નજરમાં છે. મિનેસોટામાં સામે આવેલા એક મોટા કૌભાંડ બાદ આ કડકાઈ વધારવામાં આવી છે, જ્યાં ટેક્સપેયર્સના પૈસાથી ચાલતા બેનિફિટ પ્રોગ્રામ્સનો મોટા પાયે દુરુપયોગ થયાનું બહાર આવ્યું હતું. ફેડરલ તપાસમાં સામે આવ્યું છે કે, હજારો લોકો નકલી દસ્તાવેજો દ્વારા સરકારી સહાય મેળવી રહ્યા હતા.SS1MS
