આજે લોકો પોતાને આગળ વધારવા જેટલો ખર્ચ બીજાને નીચે પાડવા માટે કરે છેઃતાપસી
મુંબઈ, તાપસી પન્નુ એક મલ્ટી ટેલેન્ટેડ એક્ટ્રેસ છે, જેણે હિન્દી ફિલ્મ ઇસ્ટ્રીમાં કામની શરૂઆત કરી ત્યારથી આજ સુધી સફળ સફર ખેડી છે. ૨૦૧૩માં તેણે ડેવિડ ધવનના ચશ્મે બદ્દુર સાથે ડેબ્યુ કર્યું હતું. ત્યાર પછી તેણે ઘણા વૈવિધ્યવાળાં રોલ કર્યા છે. જેમાં તેના અભિનયના ઘણા વખાણ થયા છે.
તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં તાપસી પન્નુએ ઇન્સ્ટ્રીમાં ફેમ અને પીઆરની અંધારી બાજુ પર ખુલ્લીને વાત કરી છે. તેને પૂછવામાં આવ્યું કે આજકાલના પીઆરગેમ્સ તેમને પરેશાન કરે છે કે નહીં, ત્યારે તાપસીએ બિલકુલ બેબાક જવાબ આપ્યો.તેણે કહ્યું,“છેલ્લા દોઢ વર્ષથી મેં આ બધું ખાસ નોંધવાનું શરૂ કર્યું છે.
એ પહેલાં હું મારી પોતાની ફિલ્મોમાં એટલી વ્યસ્ત હતી કે આસપાસ શું ચાલી રહ્યું છે તે જોવાની ફુરસદ નહોતી. હવે જ્યારે મેં ઇરાદાપૂર્વક થોડો બ્રેક લીધો છે, ત્યારે મેં ધ્યાન આપ્યું કે પીઆરનો ખેલ હવે બિલકુલ અલગ લેવલ પર પહોંચી ગયો છે. પહેલાં લોકો પૈસા આપી પોતાને આગળ વધારતાં હતાં – એ પીઆરનો એક સ્વરૂપ હતું. હવે લોકો બીજાને નીચે પાડવા માટે પણ પૈસા ચૂકવે છે.
કોઈની સફળતા બીજાની નિષ્ફળતા પર ક્યારે નિર્ભર થવા લાગી?”તાપસીએ વધુમાં કહ્યું કે આજકાલ ઘણા કલાકારો પોતાની “રિલેવન્સ” જાળવી રાખવા માટે ખોટી છબી ઇમેજ કરે છે અને જે ઇમેજ તેઓ બનાવે છે તે તેમની ફિલ્મોગ્રાફી સાથે મેળ ખાતી નથી. તેણે રાજકારણ અને ફેમિનિઝમ વિશે પણ વાત કરતાં કહ્યું કે આ બંનેને ઘણી વખત ખોટી રીતે રજૂ કરવામાં આવે છે અને લોકો તેના અર્થ વિશે ઘણી ગેરસમજ કરે છે.
તાપસી કહે છે કે તે એવી ફિલ્મો કરવા માંગે છે જે વર્ષાે સુધી યાદ રહે, જે સમયની કસોટી પર ખરી ઉતરે – માત્ર આજના ટ્રેન્ડ્સ માટે નહીં. જો તાપસીની ફિલ્મોની વાત કરવામાં આવે તો, તાપસી છેલ્લે ‘ફિર આઈ હસીન દિલરૂબા’માં જોવા મળી હતી. હવે તે જલ્દી જ પોલીસ ઓફિસરની ભૂમિકામાં ‘વોહ લડકી હૈ કહાં’માં જોવા મળશે. આ ઉપરાંત તે ભરત નીલાકાંતનની સાઇ-ફાઇ ફિલ્મ ‘એલિયન’માં પણ કામ કરી રહી છે.SS1MS
