હેમા માલિનીએ ધર્મેન્દ્રની ‘ઇક્કીસ’ જોઈ નથી
મુંબઈ, ધર્મેન્દ્રના નિધન પછી હેમામાલિની અને દેઓલ પરિવાર વચ્ચે છત્રીસનો આંકડો ઓર વધુ મજબૂત બનેલો છે. દિવંગત અભિનેતા ધર્મેન્દ્રની પ્રાર્થનાઓ સની અને બોબી સહિતના દેઓલ પરિવારે અને હેમા માલિનીએ અલગ અલગ રીતે યોજી હતી, જેને પગલે તેની ચર્ચાઓ પણ ઘણી થઇ હતી.
હવે ધર્મેન્દ્રની તેની દીકરીઓ સાથે વિવિધ સ્થળોએ તેમના સ્વર્ગસ્થ પતિ માટે પ્રાર્થના સભાઓનું આયોજન કર્યું હતું, જેના કારણે મહત્વપૂર્ણ પ્રશ્નો ઉભા થયા હતા. આ વિવાદ હજુ લોકોની ચર્ચામાં છે, ત્યાં ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ ‘ઇક્કીસ’ ની રજૂઆતનો મુદ્દો ઉપસ્થિત થયો છે. તેમાં નવી એક વાત બહાર આવી છે કે તેને માટે હેમા માલિમીએ ખુલાસો કર્યાે કે તેણે હજુ સુધી ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ ‘ઇક્કીસ’ જોઈ નથી. તેણીએ કહ્યું, “જ્યારે તે રિલીઝ થઈ ત્યારે હું મથુરા આવી હતી.
મારે અહીં થોડું કામ કરવાનું છે. હું અત્યારે ફિલ્મ જોઈ પણ શકતી નથી કારણ કે તે મારા માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હશે. મારી દીકરીઓ પણ એવું જ કહી રહી છે. કદાચ હું ઘા રૂઝાઈ જશે ત્યારે તે જોઈશ.”વળી તાજેતરમાં હેમા માલિનીએ એક ઇન્ટરવ્યૂમાં સન્ની દેઓલ અને બોબી દેઓલ સાથેના તેના સંબંધો વિશે વાત કરી છે. જેમાં તેણે કહ્યું છે કે “સની ગમે તે કરે, તે મને બધું જ કહે છે. અમારા સંબંધો હંમેશા ખૂબ સારા અને સૌહાર્દપૂર્ણ રહ્યા છે. આજે પણ તે ખૂબ જ સારા છે.
મને ખબર નથી કે લોકો કેમ વિચારે છે કે અમારી વચ્ચે કંઈક ખોટું છે. કારણ કે તેઓ ગપસપ કરવા માંગે છે.”બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું ૨૪ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ અવસાન થયું. ત્યારથી, બધાનું ધ્યાન તેમની બંને પત્નીઓ અને બાળકો વચ્ચેના સંબંધો પર કેન્દ્રિત થયું છે.
સન્ની દેઓલ અને હેમા માલિનીએ તેમના પરિવારો સાથે અલગ અંતિમ સંસ્કાર કર્યા, આ કારણ અભિનેત્રીએ એક મુલાકાતમાં સમજાવ્યું. હવે, તેણે તેના સાવકા દીકરાઓ સાથેના તેના સંબંધો વિશે વાત કરી છે અને સમજાવ્યું છે કે તે લોકોને સ્પષ્ટતા આપતી નથી.
સની દેઓલ સાથેના સંબંધ વિષે હેમા માલિમીનીને વધુ પૂછવામાં આવતાં હેમાએ આગળ કહ્યું હતું કે “મારે તેમને શા માટે જવાબ આપવો જોઈએ? શું મારે તેમને સમજૂતી આપવાની જરૂર છે? મારે શા માટે? તે મારું જીવન છે. મારું અંગત જીવન.
આપણું અંગત જીવન. અમે ખરેખર ખુશ છીએ અને એકબીજાની ખૂબ નજીક છીએ. બસ. હું તેના વિશે વધુ કંઈ કહેવા માંગતી નથી. મને ખબર નથી કે લોકો કઈ વાર્તાઓ બનાવી રહ્યા છે. મને ખરાબ લાગે છે કે લોકો લેખ લખવા માટે બીજાના દુઃખનો ઉપયોગ કરે છે. તેથી જ હું જવાબ આપતી નથી.”SS1MS
