Western Times News

Gujarati News

ગાંધી વિચાર, સમરસતા અને સહઅસ્તિત્વની જીવંત પ્રયોગશાળા સમાન હણોલ ગામ

દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા યુવાનો સાથે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનો હૃદયસ્પર્શી સંવાદ

સમરસતાના આ વિચારને સમગ્ર દેશમાં ફેલાવવા યુવાનોને રાજ્યપાલશ્રીનો અનુરોધ

ગાંધી વિચારના પ્રચાર–પ્રસાર માટે દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા યુવાનો સાથે ભાવનગર જિલ્લાના હણોલ ગામે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ હૃદયસ્પર્શી સંવાદ સાધ્યો હતો. આ યુવાનો હણોલ ગામમાં ૧૧ દિવસ સુધી રોકાઈ ગ્રામજીવનસામાજિક સમરસતાસહઅસ્તિત્વ અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને નજીકથી અનુભવી રહ્યા હતા.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કેહણોલ ગામ સાચા અર્થમાં સમરસતા અને એકતાનું ઉત્તમ ઉદાહરણ છે. આ ગામમાં ૧૮ જેટલી જુદી-જુદી જ્ઞાતિના લોકો વસે છેછતાં અહીં કોઈ ભેદભાવ વિના સૌ એક પરિવારની જેમ જીવન જીવતા જોવા મળે છે. વિવિધ વિચારધારાઓ હોવા છતાં પરસ્પર સદભાવમાનવતા અને પ્રેમથી અહીંનો સમાજ ગુંથાયેલો છેજે આજના સમયમાં સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે.

રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું કેજો આપણે એકબીજા પ્રત્યે સદભાવ રાખીભેદભાવ દૂર કરીએકતાના સૂત્રને આત્મસાત કરીએ તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં ૨૦૪૭ સુધીના ‘વિકસિત ભારત’ના સપનાને સાકાર કરી શકીશું. હણોલ ગામમાં જોવા મળતી સમરસતાની આ વિચારધારાને સમગ્ર દેશમાં ફેલાવવાની જવાબદારી યુવાનોના ખભે છેતેમ તેમણે અનુરોધ કર્યો હતો.

સંવાદ દરમિયાન યુવાનોએ પોતાના અનુભવો વર્ણવ્યા હતાજેમાં બિહારથી આવેલા યુવાન પ્રશાંત કુમારે જણાવ્યું હતું કેબાબુભાઈ પરમારના ઘરે રહ્યા બાદ તેને એવું લાગ્યું કે આ તેમનું બીજું ઘર છે. અહીં મળેલો પ્રેમ અને આત્મીયતા જીવનભર યાદ રહેશે તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી.

જમનાબાના ઘરનો અનુભવ વર્ણવતાં અન્ય એક યુવાને કહ્યું કેહણોલ ગામ છોડીને જવું અમારા માટે અત્યંત કઠિન છે. અહીં રહેતા સમયે પિતા જેવી લાગણી અને પરિવાર જેવી લાગણી અનુભવાઈ. સાચા અર્થમાં ઘર અને પરિવાર શું હોય છેતે આજે અહીં આવીને સમજાયું છે. દેશના ઘણા વિસ્તારોમાં આજે પણ ભેદભાવ જોવા મળે છેપરંતુ હણોલ ગામમાં સૌ લોકો એક જ પરિવારની જેમ સાથે રહે છેજે અત્યંત પ્રેરણાદાયક છે.

મુસ્લિમ યુવાન સહિયાર આલમે પોતાના અનુભવમાં જણાવ્યું કેહું મુસ્લિમ હોવા છતાં હણોલ ગામના લોકોએ મને પરિવારના સભ્યની જેમ રાખ્યો છે. આ ગામનો યુવાન સંદીપ આલ કોચિંગ કરીને ગામના તથા આસપાસના યુવાનોને વિવિધ પરીક્ષાઓ માટે માર્ગદર્શન અને તાલીમ આપે છેજે સમાજસેવા અને યુવાનોના સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે.

પૂર્વાંચલમાંથી આવેલા યુવાન રાજીવ કુમાર સિંઘે જણાવ્યું કેઅહીંની મહેમાનગતિ ખૂબ સારી છે. ભોજન માટે આખું કિચન પીરસી દેવામાં આવે છે. આત્મીયતા એવી છે કે અમે હમણાં જ ગામમાં આવ્યા હોવા છતાં એવું લાગે છે કે છેલ્લા એક-બે વર્ષથી અહીં જ રહેતા હોઈએ તેવી લાગણી થાય છે.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું કેદેશને બદલવાની જવાબદારી આપણા સૌની છે. દેશને આઝાદ કરાવવા માટે અનેક યુવાનોએ બલિદાન આપ્યા હતા. આજે બલિદાન આપવાની જરૂર નથીપરંતુ દેશના વિકાસ માટે ઈમાનદારીપૂર્વક કામ કરવાની જરૂર છે. સમાજમાં એકતાસમરસતા અને સેવા ભાવના સાથે કામ કરનાર યુવાનો જ નવા ભારતનું નિર્માણ કરી શકે છેતેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

હણોલ ગામમાં યુવાનો દ્વારા અનુભવાયેલી આ સમરસતાએકતા અને માનવતાની ભાવના ગાંધી વિચારની સાચી પ્રતિબિંબ છેજે સમગ્ર દેશ માટે માર્ગદર્શક બની રહે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.