Western Times News

Gujarati News

દાણચોરીની નવી રીતઃ અખાતી દેશોને બદલે થાઈલેન્ડ-મલેશિયાથી સ્મગલિંગ

વિદેશી કરન્સી દેશની બહાર લઈ જઈ તેનાથી સોનું દેશમાં ઘુસાડવાનું ષડયંત્ર

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ એરપોર્ટ પરથી દાણચોરીની નવી મોડેસ ઓપરેન્ડી જાણવા મળી રહી છે. સામાન્ય રીતે દુબઈ કે અન્ય અખાતી દેશોની થતી સોનાની દાણચોરી પર નજર રાખતા અધિકારીઓને હાથતાળી આપવા સ્મગલરો થાઈલેન્ડ અને મલેશીયાના નવા રૂટ અપનાવી રહયા છે.

દાણચોરો હવે યુરો, ડોલર યેન જેવી વિદેશી કરન્સી ગેરકાયદે રીતે ભારતમાંથી બહાર લઈ જાય છે. આ ચલણનુંમુલ્ય વધુ હોવાથી વિદેશમાં મોટી માત્રામાં સોનુંખરીદી તેને દાણચોરી મારફતે ફરીથી દેશમાં ઘુસાડવામાં આવે છે. અમદાવાદ એરપોર્ટ પરથી સોમવારે દાણચોરીના સોના સાથે ઝડપાયેલો કેરીયર મલેશીયાથી આવતો હતો.

અમદાવાદ એરપોર્ટ પરથી દેશભરના સ્મગલરો દાણચોરી કરાવી રહયા હોવાનું સામે આવ્યું છે. ચોકકસ અધિકારીની ડયુટી કયારે હોય તેની જાણ થતાં જ ગોઠવણીમાં સ્મગલર પોતાના કેરીયરનો ટીકીટ બુક કરી ફલાઈટમાં બેસાડી દેતા હોય છે.

જેને કારણે સરળતાથી સોનું બહાર નીકળી જતું હોય છે. જોકે દાણચોરી વધતાં કસ્ટમરની ટીમે કેરીયરોની પ્રોફાઈલ તૈયાર કરાવી છે. એરપોર્ટના અધિકારીઓ પાસે દાણચોરી સાથે સંકળાયેલા પ૦૦થી વધુ કેરીયરોના પ્રોફાઈલ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં અનેક યુવતીઓનો પણ સમાવેશ થાય છે.

તાજેતરમાં સોમવારે અમદાવાદ એરપોર્ટ પરથી મલેશીયાથી આવતા એક કેરીયરને ૪૪ લાખ ના દાણચોરીના સોના સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. બીજી તરફ થાઈલેન્ડ જઈ રહેલા બે કેરીયર પાસેથી આશરે ૪ર લાખનું વિદેશી ચલણ જપ્ત કરવામાં આવ્યું હતું. આ બનાવોએ દાણચોરોની બદલાતી થઈ રહેલીમોડેલ ઓપરન્ડીની બતાવી રહયા છે.

સામાન્ય સંજોગોમાં ગોલડ સ્મગલીગ કરતા કેરીયરો અખાતી દેશોથી આવે છે. તેવી માન્યતા હોવાથી અધિકારીઓનું ધ્યાન મુખ્યતવે તે ફલાઈટસી પર રહેતું હતું. જયારે થાઈલેન્ડ કે મલેશીયાથી આવનારા મુસાફરો પર ઓછી શંકા થતી હતી. આ જ માન્યતાનો ગેર લાભ લઈને હવે સ્મગલરો થાઈલેન્ડ મલેશીયા જેવા દેશો મારફતે સોનું લાવી રહયા છે. અમદાવાદ એરપોર્ટ પર કસ્ટળ્મસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા વોચ વધુ કડક બનાવવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.