ભરૂચના પાંજરાપોળ ખાતે ભક્તો ગાયને ઘાસચારો ખવડાવી શકે તે માટે વિશેષ આયોજન કરાયું
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ઉત્તરાયણના પર્વ દિવસે પુણ્ય પ્રાપ્તિ મેળવવા માટે ગૌ પૂજાનું પણ મહત્વ વધુ રહ્યું છે.જેના કારણે ભરૂચના પાંજરાપોળ ખાતે વિશેષ આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં ભક્તોએ ગૌ પૂજા કરવા સાથે ધાસ ખવડાવવા ઉમટી પડ્યા હતા.
મકરસંક્રાંતિના દિવસે દાન કરવાનો અનેરો મહિમા વધુ રહેલો છે અને ગાયની ૩૩ કરોડ દેવી દેવતા તરીકે ગાયની પૂજાનું મહત્વ વધુ હોય છે.જેના કારણે ભરૂચના શક્તિનાથ નજીક જે.બી.મોદી પાર્ક પાસે આવેલા પાંજરાપોળ ખાતે ગૌપૂજા માટે વિશેષ આયોજનો કરવામાં આવતા હોય છે.
ભરૂચ પાંજરાપોળ ખાતે મહિલા મંડળો સહિત વિવિધ સંગઠનો અને લોકો મકરસંક્રાંતિના દિવસે વિશેષ પૂજા – અર્ચના માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
જેના પગલે પાંજરાપોળમાં રહેલી ગાયને ઘાસચારો તથા ઘુઘરી ખવડાવી પૂજા – અર્ચના કરી શકે અને ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે લોખંડની ગ્રિલ મારી વોલ બનાવવામાં આવી હતી.જેથી ભક્તોને કોઈ અડચણરૂપ ન થાય અને સહેલાઈથી ધાસ સહિત ની ચીજ વસ્તુ ખવડાવી ધન્યતા અનુભવી હતી.
ભરૂચ પાંજરાપોળ દ્વારા ગૌપુજાનું આયોજન કરવા આવતા જીલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણા સહિત ભરૂચવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ગાયને ધાસ, ધુધરી,ગોળ સહિત શાકભાજી ખવડાવી ધન્યતા અનુભવી હતી અને સુંદર આયોજન બદલ પાંજરાપોળ અને ટ્રસ્ટીઓનો આભાર માન્યો હતો.
ભારતીય સંસ્કૃતિમાં વર્ષના પ્રથમ મહિનામાં મકરસંક્રાંતિના દિવસે અનેક રાશિ અન્ય રાશિમાં પ્રવેશ મેળવતા હોય છે અને મકરસંક્રાંતિના દિવસે ગૌ પૂજા સહિતના અનેક વિવિધ ધાર્મિક કાર્યક્રમો થકી લોકો દાન પુણ્ય કરવામાં આવ્યું હતું.
