બે કિશોરી વયની ખેલાડીઓએ ફાંસી લગાવી આત્મહત્યા કરી
કોલ્લમ (કેરળ), કેરળના કોલ્લમ સ્થિત સ્પોટ્ર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (જીછૈં)ના હોસ્ટેલમાં ગુરુવારે બે કિશોરી ખેલાડીઓ (તાલીમાર્થી) ના મૃતદેહ રૂમમાં ગળે ફાંસો લગાવેલી હાલતમાં મળી આવ્યા.
પોલીસ મુજબ, બંને વિદ્યાર્થિનીઓ સ્પોટ્ર્સ કોચિંગ લઈ રહી હતી અને હોસ્ટેલમાં જ રહેતી હતી. મૃત છોકરીઓની ઓળખ કોઝિકોડ જિલ્લાની સાન્ડ્રા (૧૭) અને તિરુવનંતપુરમ જિલ્લાની વૈષ્ણવી (૧૫) તરીકે થઈ છે.સાન્ડ્રા એથલેટિક્સની ટ્રેની હતી અને ધોરણ ૧૨માં અભ્યાસ કરતી હતી, જ્યારે વૈષ્ણવી કબડ્ડી ખેલાડી હતી અને ધોરણ ૧૦ની વિદ્યાર્થીની હતી.
ઘટનાસ્થળેથી કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી. પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે.આ ઘટના ગુરુવારે સવારે આશરે પાંચ વાગ્યે સામે આવી, જ્યારે હોસ્ટેલમાં રહેતા અન્ય ટ્રેની ખેલાડીઓએ જોયું કે બંને છોકરીઓ સવારની ટ્રેનિંગ સેશનમાં હાજર રહી નહોતી. વારંવાર દરવાજો ખખડાવ્યા છતાં કોઈ જવાબ ન મળતાં, હોસ્ટેલ અધિકારીઓએ દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યાે હતો.અંદર બંને કિશોરીઓની લાશ પંખાથી લટકતી હાલતમાં મળી આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ વૈષ્ણવી અલગ રૂમમાં રહેતી હતી, પરંતુ બુધવારે રાત્રે તે સાન્ડ્રાના રૂમમાં સૂવા આવી હતી. હોસ્ટેલની અન્ય છોકરીઓએ સવારે બંનેને જોયા પણ હતા.અધિકારીઓએ જણાવ્યું કે હોસ્ટેલમાં રહેતી અન્ય ખેલ વિદ્યાર્થિનીઓ, તેમના ટ્રેનર્સ અને બંને છોકરીઓના પરિવારજનોના નિવેદનો લેવામાં આવશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવશે.SS1MS
