Western Times News

Gujarati News

સાબરમતી રેલવે સ્ટેશન પહોંચવા નવા પ્રવેશ તથા નિકાસ દ્વારની વ્યવસ્થા કરવામાં આવી

20 જાન્યુઆરી થી 15 એપ્રિલ સુધી સાબરમતી રેલવે સ્ટેશન પર નવા પ્રવેશ તથા નિકાસ દ્વારની વ્યવસ્થા

અમદાવાદ, સાબરમતી રેલવે સ્ટેશન પર પુનર્વિકાસ કાર્ય ઝડપી ગતિએ પ્રગતિ પર છે. સાબરમતી (ધર્મનગર સાઇડ) નવી સ્ટેશન બિલ્ડિંગનું નિર્માણ પૂર્ણ થઈ ચૂક્યું છેજ્યારે અન્ય પુનર્વિકાસ કાર્યો પ્રગતિ પર છે. મુસાફરોની સુવિધા તથા ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ રાખવાના હેતુથી 20 જાન્યુઆરી 2026થી 15 એપ્રિલ 2026 સુધી  આગમન અને પ્રસ્થાન માટે નવા પ્રવેશ તથા નિકાસ દ્વાર તેમજ પિક-અપ અને ડ્રોપની વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી રહી છે. વિગતો નીચે મુજબ છે:

1.   પ્રસ્થાન કરનાર મુસાફરો માટે પ્રવેશ અને નિકાસ વ્યવસ્થા

·         પ્રવેશ દ્વાર (Entry Gate): મુસાફરોના વાહનોનો પ્રવેશ MMTS બિલ્ડિંગ (બુલેટ ટ્રેન સ્ટેશન) નજીક (ગ્રીન લાઇન) થી કરવામાં આવશે.

·         મુસાફરો નવનિર્મિત સ્ટેશન બિલ્ડિંગમાં પ્રવેશ કરી લિફ્ટએસ્કેલેટર અને સીડીઓ દ્વારા સેકન્ડ ફ્લોર પરથી તમામ પ્લેટફોર્મ સુધી પહોંચી શકશે.

·         મુસાફરોને ડ્રોપ કરવા આવેલા વાહનો વર્તમાન પ્રવેશ દ્વાર મારફતે બહાર નીકળી શકશે.

2.   આગમન કરનાર મુસાફરો માટે નિકાસ અને પિક-અપ વ્યવસ્થા

·         નિકાસ દ્વાર (Exit Gate): મહેસાણા સાઇડ ફૂટ ઓવર બ્રિજ નજીક (પર્પલ લાઇન)થી નિકાસની વ્યવસ્થા કરવામાં આવી છે.

·         આ જ સ્થળે મુસાફરો માટે પિક-અપ ઝોન પણ નિર્ધારિત કરવામાં આવ્યો છે.

3.   પાર્કિંગ સુવિધા

·         મુસાફરોની સુવિધા માટે નિકાસ દ્વાર નજીક બે સ્થળોએ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

4.   પ્લેટફોર્મ કનેક્ટિવિટી

·         તમામ પ્લેટફોર્મ (PF-1 થી PF-7) બે ફૂટ ઓવર બ્રિજ દ્વારા પરસ્પર જોડાયેલા છે અને મહેસાણા  સાઇડ ફૂટ ઓવર બ્રિજ પર તમામ પ્લેટફોર્મ પર મુસાફરો માટે લિફ્ટની સુવિધા ઉપલબ્ધ છે.

5.   નવી નિર્મિત સ્ટેશન બિલ્ડિંગમાં મુસાફર સુવિધાઓ

·         ગ્રાઉન્ડ ફ્લોર(Ground Floor): અનારક્ષિત ટિકિટ બુકિંગ (UTS)

·         પ્રથમ માળ (First Floor): આરક્ષિત ટિકિટ બુકિંગ (PRS)

·         દ્વિતીય માળ (Second Floor): પ્રતીક્ષાલય

તમામ મુસાફરોને વિનંતી છે કે તેઓ નવી ટ્રાફિક વ્યવસ્થાસૂચક ચિહ્નો તેમજ રેલવેઆરપીએફ અને રેલકર્મીઓ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.