Western Times News

Gujarati News

અગ્રણી બ્રોકરેજીસે અમાગી મીડિયા લેબ્સના IPOમાં સબ્સ્ક્રાઇબ કરવાની ભલામણ કરી

અગ્રણી બ્રોકરેજીસની આઈપીઓ નોટ્સમાં અમાગી મીડિયા લેબ્સના રૂ. 1,789 કરોડના આઈપીઓને સબ્સ્ક્રાઇબ કરવાની ભલામણ કરવામાં આવી છે. આ ઇશ્યૂ શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026ના રોજ સબ્સ્ક્રીપ્શન માટે બંધ થાય છે.

બીપી ઇક્વિટીઝ, જેણે આ ઇશ્યૂને સબ્સ્ક્રાઇબ રેટિંગ આપ્યું છે, તેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે અમાગી ત્રણ મુખ્ય બિઝનેસ વર્ટિકલ – ક્લાઉડ મોડર્નાઇઝેશન, સ્ટ્રીમિંગ યુનિફિકેશન, અને મોનેટાઇઝેશન તથા માર્કેટપ્લેસ – દ્વારા કામ કરે છે અને કાર્યક્ષમ વિસ્તરણ અને લાંબા ગાળાની ટકાઉ વૃદ્ધિને આગળ વધારવા માટે “Win, Expand, Extend” ફ્રેમવર્કને અનુસરે છે. નાણાંકીય મોરચે, અમાગીએ મજબૂત અને સુસંગત વૃદ્ધિ પ્રદાન કરી છે, જેમાં નાણાંકીય વર્ષ 2023 અને નાણાંકીય વર્ષ 2025 વચ્ચે કામગીરીમાંથી આવકમાં 30.7 ટકા સીએજીઆર, 127 ટકાના હાઇ નેટ રેવન્યુ રિટેન્શન, કુલ માર્જિનમાં વધારો અને ઓપરેટિંગ લીવરેજમાં સુધારો થયો છે.

આનંદ રાઠી, જેમણે આઈપીઓમાં સબ્સ્ક્રાઇબ કરવાની પણ ભલામણ કરી છે, તેમણે નોંધ્યું કે સ્કેલેબિલિટી, ઓટોમેશન, પર્ફોર્મન્સ અને યુઝરના અનુભવને વધારવા માટે આરએન્ડડીમાં અમાગીના સતત રોકાણો મીડિયા અને મનોરંજન ક્ષેત્રમાં વીડિઓ માટે “industry cloud” તરીકે તેની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે.

“લિસ્ટિંગ વખતે લાભ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો” રેટિંગની ભલામણ કરતા, અરિહંત કેપિટલે તેની બ્રોકરેજ નોટમાં જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે પ્રેક્ષકો અને એડવર્ટાઇઝર્સ સતત કનેક્ટેડ ટીવી અને FAST પ્લેટફોર્મ તરફ વળી રહ્યા હોવાથી અમાગી લાભ મેળવવા માટે સારી સ્થિતિમાં છે. તેનું એન્ડ ટુ-એન્ડ, ક્લાઉડ-નેટિવ પ્લેટફોર્મ અને એઆઈ-સંચાલિત ક્ષમતાઓ ગ્રાહકો વર્ગમાં ગહન પ્રસાર, હાઇ મોનેટાઇઝેશન અને સતત આવક વૃદ્ધિને સમર્થન આપે તેવી અપેક્ષા છે.

મજબૂત ગ્રાહક જાળવણી, વૈશ્વિક સ્તરે સ્વીકૃતિમાં થઈ રહેલું વિસ્તરણ અને ટેકનોલોજી તથા ડેટા એનાલિટિક્સમાં ચાલુ રોકાણો કંપનીને કાર્યક્ષમ રીતે સ્કેલ કરવા સક્ષમ બનાવશે, જ્યારે મીડિયા કંપનીઓ માટે લાંબા ગાળાના ટેકનોલોજી ભાગીદાર તરીકે તેની ભૂમિકાને મજબૂત બનાવશે.

વધુમાં, SMIFS, દેવેન ચોક્સી, નિર્મલ બાંગ, મહેતા ઇક્વિટીઝ, લક્ષ્મીશ્રી અને સુશીલ ફાઇનાન્સની આઈપીઓ નોટ્સમાં પણ આઈપીઓમાં સબ્સ્ક્રાઇબ કરવાની ભલામણ કરવામાં આવી છે.

અમાગી મીડિયા લેબ્સે સોમવારે 13 જાન્યુઆરીએ સબ્સ્ક્રીપ્શન માટે ખુલેલા તેના પ્રારંભિક શેર વેચાણ પહેલાં 42 એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી રૂ .805 કરોડ એકત્રિત કર્યા હતા.

ટોચના ત્રણ સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ જેમાં એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ અને એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડે એન્કર પોર્શન ફાળવણીનો મોટાભાગનો હિસ્સો મેળવ્યો હતો એટલ કે કુલ એન્કર બુકના લગભગ 40 ટકા. અમાગી એ દુર્લભ ઇશ્યૂઓ પૈકીનો એક છે જ્યાં ત્રણેય અગ્રણી કન્સોર્ટિયમ ફંડ હાઉસે એન્કર તરીકે ભાગ લીધો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.