ગોદરેજ એન્ટરપ્રાઇઝિસે આજના ડિઝાઇન-ફોરવર્ડ ઘરો માટે શ્રેષ્ઠ ભારતનું પ્રથમ રેફ્રિજરેટર લોન્ચ કર્યું
- સીમલેસ ફ્લુઇડ કર્વ્ડ ડિઝાઈન ધરાવતુ ડોર, એડવાન્સ ટેક સુવિધાઓ અને ટચ કંટ્રોલ હેન્ડલ સાથે ભારતના પ્રથમ ડાયરેક્ટ કૂલ રેફ્રિજરેટર લોન્ચ કર્યા
મુંબઈ, તા. 16 જાન્યુઆરી, 2026: ભારતીય ઘરો વધુને વધુ વ્યક્તિગત શૈલી રજૂ કરી રહ્યા છે. ગ્રાહકો પોતાના ઘરની ડિઝાઈન, ઈનોવેશન અને અનુકૂળતાનું શ્રેષ્ઠ સંતુલન સાધતા અપ્લાયન્સિસની પસંદગી કરી રહ્યા છે. આધુનિક ઘરોને આકાર આપતાં સ્ટાઈલિશ છતાં અત્યંત ફંક્શનલ એપ્લાયન્સિસ (ઉપકરણો) બનાવવા તરફના પરિવર્તનને આગળ ધપાવતાં ગોદરેજ એન્ટરપ્રાઈઝિસ ગ્રૂપના એપ્લાયન્સિસ બિઝનેસે ફ્રોસ્ટ ફ્રી અને ડાયરેક્ટ કુલ રેફ્રિજરેટર્સમાં ઇઓન ઇન્સ્પાયર અને એજ ઇમ્પ્રેસ રેન્જ રજૂ કરી છે.
કલાતીત ડિઝાઇન અને અદ્યતન ટેકનિકોથી ભરપૂર સીમલેસ ફ્લુઇડ કર્વ્ડ ડોર સાથેની આ રેન્જ સૌ કોઈનું ધ્યાન ખેંચે છે. જે ભારતમાં બ્રાન્ડ દ્વારા 1958માં બનાવેલા પ્રથમ રેફ્રિજરેટરની છાપ રજૂ કરે છે. આ રેન્જમાં વધુ એક મહત્ત્વનું ફીચર ડોર હેન્ડલ પર ટચ કંટ્રોલ છે. જે આ કેટેગરીમાં ભારતનું પ્રથમ ડાયરેક્ટ કૂલ રેફ્રિજરેટર છે.
આ નવી રેન્જ સાથે બ્રાન્ડ ઘર માટે રેફ્રિજરેટરને એક આવશ્યક ઉપકરણમાંથી ડિઝાઈનનું તત્વ બનાવવાની પુનઃકલ્પના કરી રહી છે. જે માલિકની વ્યક્તિત્વ અને પસંદગીનો પુરાવો બને છે. સીધી રેખાઓ અને પ્રમાણભૂત આકારોથી વિપરિત આ રેફ્રિજરેટર્સની ન્યૂનતમ છતાં સીમલેસ ફ્લુઈડ ર્ક્વ્ડ ડોરની ડિઝાઈન તેમના અનન્ય વ્યક્તિત્વ પર ભાર મૂકે છે. વધુમાં, ફ્લોરલ ડિઝાઇન પ્રકૃતિની તાજગીનો અનુભવ કરાવે છે. તેના પ્રત્યેક રંગ ઘરની સજાવટના વિશાળ સ્પેક્ટ્રમને અનુકૂળ બનાવે છે. જે ગ્રાહકોને તેમના ઘરની સજાવટમાં ચારચાંદ લગાવતા રેફ્રિજરેટરની પસંદગી કરવાની તક આપે છે.
194L ક્ષમતાથી 330L ક્ષમતા સુધી ઉપલબ્ધ, આ રેન્જ આધુનિક સૌંદર્ય શાસ્ત્ર અને અદ્યતન તકનીકી સુવિધાઓનું સંયુક્ત ઉદાહરણ પૂરુ પાડે છે. ઈન્ડસ્ટ્રીમાં પ્રથમ વખત હેન્ડલ-માઉન્ટેડ ડિજિટલ કંટ્રોલ પેનલ ડાયરેક્ટ કૂલ રેફ્રિજરેટરમાં ટેક-ફોરવર્ડનો ઉમેરો કરે છે, જે વપરાશકર્તાઓને તાપમાનને સમાયોજિત કરવા અને હેન્ડલમાં એકીકૃત રીતે બનેલા આકર્ષક, પાણી પ્રતિરોધક અને સાહજિક ઇન્ટરફેસથી મોડ્સને સક્રિય કરવા સક્ષમ બનાવે છે, વધુમાં તે કંટ્રોલ અને સુવિધાના સ્તરમાં વધારો કરે છે.
આ પ્રોડક્ટ લોન્ચિંગ અંગે ગોદરેજ એન્ટરપ્રાઈઝિસ ગ્રૂપના એપ્લાયન્સિસ બિઝનેસ ખાતે રેફ્રિજરેટર્સના પ્રોડક્ટ ગ્રૂપ હેડ અનુપ ભાર્ગવે જણાવ્યું હતું કે, “ઈઓન ઈન્સ્પાયર અને એજ ઈમ્પ્રેસ સાથે અમરો ઉદ્દેશ રોજિંદા જીવનને વધુ સરળ અને સાહજિક બનાવવાનો છે. રેફ્રિજરેટના દરવાજાના હેન્ડલ પર ઉપયોગમાં સરું ફીચર બદલાતી જરૂરિયાતોને અનુરૂપ સુવિધાઓ પૂરી પાડે છે. આ રેફ્રિજરેટર્સ આધુનિક ઘરો માટે સુવિધા, સ્માર્ટ કૂલિંગ અને સીમલેસ અનુભવ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે.”
આ ડિઝાઈન પાછળનો વિચાર રજૂ કરતાં ગોદરેજ એન્ટરપ્રાઈઝિસ ગ્રૂપના એપ્લાયન્સિસ બિઝનેસના ડિઝાઈન હેડ કમલ પંડિતે જણાવ્યું હતું કે, “લોકો એવુ ઉપકરણ માગી રહ્યા છે કે, જે દેખાવમાં સારૂ, આધુનિક અને જીવનને સરળ બનાવનારૂ હોય. ઈઓન ઈન્સ્પાયર અને એજ ઈમ્પ્રેસ સાથે અમે અમારા પ્રથમ રેફ્રિજરેટના મૂળ તરફ વળ્યા છીએ, અને આજના ઘર માટે તેની પુનઃકલ્પના કરી રહ્યા છીએ. આ રેન્જ વિચારપૂર્વક ન્યૂનતમ, યોગ્ય સુંદર દેખાવ તેમજ સરળ ઉપયોગ માટે એડવાન્સ ટેકનોલોજીને સંતુલિત બનાવે છે.” આ રેન્જ અગ્રણી ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને સમગ્ર ભારતના સ્ટોર્સમાં રૂ. 29,000થી માંડી રૂ. 56,000 રૂપિયા સુધીની કિંમતમાં ઉપલબ્ધ થશે.
