Western Times News

Gujarati News

ઓગણજ-જગતપુર તળાવનું ટૂંક સમયમાં લોકાર્પણ: ગોતાનું ખાતમહુર્ત કરાશે

(પ્રતિનિધિ) અમદાવાદ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના લોકસભા મતવિસ્તાર અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મતવિસ્તારમાં તળાવના ડેવલોપમેન્ટ કરવામાં આવી રહ્યા છે. જગતપુર, ઓગણજ અને પોતાના તળાવોને ડેવલોપમેન્ટ કરવામાં આવ્યા છે.

રૂ. 20 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા તળાવ ગાર્ડનમાં નાગરિકોને મોર્નિંગ અને ઈવનિંગ વોક સાથે બાળકોના મનોરંજન માટેના સાધનો, ફૂડ કોર્ટ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જગતપુર અને ઓગણજ તળાવનું ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે જયારે ગોતા તળાવનું ટૂંક સમયમાં ખાતમહુર્ત કરવામાં આવશે.

મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પર્યાવરણની જાળવણીને લઈને અનેક કાર્યો કરવામાં આવે છે જે અંતર્ગત જુના ગામ તળાવોના ડેવલપમેન્ટનાં પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યાં છે.

તળાવના ડેવલોપમેન્ટથી સૌપ્રથમ તો વરસાદી પાણીનાં સંગ્રહની વ્યવસ્થા ઉભી થાય છે અને વરસાદી પાણી જમીનમાં ઉતરતાં ભૂગર્ભજળ સ્તરમાં વધારો થાય છે. જગતપુર અને ઓગણજ વિસ્તારમાં નવા બાંધકામો થઈ રહ્યા છે અને વસ્તી વધી રહી છે. આ વિસ્તારોમાં તળાવ કે ડેવલપમેન્ટ ગાર્ડન ન હોવાના કારણે ત્યાં રૂપિયા 20 કરોડના ખર્ચે તળાવોને ડેવલપમેન્ટ કરવામાં આવ્યાં છે.

ઓગણજ ગામમાં આવેલા રૂ. 8 કરોડનાં ખર્ચે ઓગણજ તળાવ ડેવલપ કરવામાં આવ્યુ છે, તેમજ વરસાદી પાણી માટે તળાવમાં આઉટફોલ સ્ટ્રક્ચર તથા સ્ટોર્મ વોટર લાઇન નાખવામાં આવી છે. ઓગણજ અને નવા રીંગરોડ આસપાસનાં રહીશોને સુંદર તળાવ, બગીચો, સિનિયર સિટીઝનોને બેસવા માટે થઈને ગજેબો, ટોયલેટ બ્લોક, વોક વે વગેરે પ્રકારની સુવિધાનો લાભ મળશે. ઓગણજ ગામ અને રોડની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને આ તળાવ કમ ગાર્ડનનો લાભ મળશે.

શહેરના એસજી હાઇવે નજીક ઝડપથી વિકસી રહેલા જગતપુર વિસ્તારમાં ગામ નજીક આવેલા તળાવને ડેવલપમેન્ટ કરીને ખૂબ સુંદર બનાવવામાં આવી રહ્યું છે. રૂ. 6. 72 કરોડના ખર્ચે આ તળાવ ડેવલોપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. ડેવલપમેન્ટનાં કામમાં તળાવ ઉંડુ કરવાની સાથે ઇલેકટ્રિક અને લેન્ડ સ્કેપીંગની કામગીરી કરવામાં આવી છે.  સેવી સ્વરાજ, ગોદરેજ ગાર્ડન સિટી સહિત આસપાસમાં નવા બાંધકામોમાં રહેવા આવનારા હજારો નાગરિકોને તેનો લાભ મળશે.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજ તળાવ પાસે 75 જેટલા આંબા વાવ્યા હતા જે ખૂબ મોટા થઈ ગયા છે. ગોતા વોર્ડમાં સિલ્વર ઓક કોલેજ પાછળ દેવસિટી તળાવ તરીકે ઓળખાતા તળાવને આશરે 5.50 કરોડનાં ખર્ચે ડેવલપ કરવામાં આવશે.

આ વિસ્તારમાં નવા ટીપી રોડ ખુલ્યા હોવાથી આગામી સમયમાં રહેણાંક અને કોમર્શિયલ પ્રકારનાં ડેવલપમેન્ટ થવાનાં છે અને હજારો પરિવારો વસવાટ કરવા આવશે તેમને તળાવ અને બગીચા સહિતની સુવિધાનો લાભ મળવાનો છે. પોતાના દેવ સીટી અને ગોતા ગામ ખાતે રહેનારા નાગરિકો આ તળાવનો લાભ મળશે.

શું સુવિધાઓ મળશે

લેન્ડ સ્કેપીંગ અને વૃક્ષારોપણ, વોક-વે અને બાંકડા-ગઝેબો, તળાવ વિસ્તારમાં લાઇટીંગ, બાળકોને રમતગમતનાં સાધનો, મોટા લોકો માટે કસરતનાં સાધનો,
વરસાદી પાણીનાં નિકાલ માટે સ્ટોર્મ વોટર લાઇન, તળાવની દિવાલ ધસી ના પડે તે માટે સ્ટોન પિંચીંગ, તળાવ ફરતે કમ્પાઉન્ડ વોલ અને લોખંડની જાળી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.