Western Times News

Gujarati News

સીએએ હિંસા: ૫૩ તોફાનીઓ પાસેથી રૂ.૨૩ લાખ વસુલાયા

File

મુઝફફનગર, ઉત્તરપ્રદેશમાં નાગરિક સંશોધન કાનુનને લઇ થયેલ પ્રદર્શન દરમિયાન થયેલ હિંસામાં વસુલી માટે કાનુની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને મુઝફફનગર જીલ્લા પ્રશાસને સીએએ હિંસાના સંબંધમાં ૫૩ લોકોથી ૨૩ લાખ રૂપિયાની વસુલી માટે કાનુની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે એ યાદ રહે કે ગત વર્ષ ૨૦ ડિસેમ્બરે સીએએ અને એનઆરસીને લઇ થયેલ હિંસાત્મક વિરોધ પ્રદર્શન દરમિયાન જાહેર સંત્તિને ખુબ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
સુત્રોના જણાવ્યા અનુસાર મુઝફફનગર જીલ્લો રાજયમાં પહેલો એવો જીલ્લા બની ગયો છે જયાં વસુલી માટે કાનુની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે લગભગ બે મહીના પહેલા યુપીની યોગી આદિત્યનાથ સરકારે જાહેરાત કરી હતી કે તે પ્રદર્શન દરમિયાન થયેલ નુકસાનની ભરપાઇ તોફાન કરનારા લોકો પાસેથી જ વસુલ કરશે.

એક મહીના પહેલા જ જીલ્લા પ્રશાસને ૫૭ લોકોને નોટીસ જા કરી હતી અને જવાબ માંગ્યો હતો કે ૨૦ ડિસેમ્બરે થયેલ વિરોધ પ્રદર્શન માટે તેમની પાસેથી દંડ કેમ વસુલ કરવામાં ન આવે આ નોટીસ સીસીટીવી ફુટેજ ફોટો અને વિડિયોના આધાર પર સ્થાનીક પોલીસે તૈયાર કર્યા છે જિલ્લા પ્રશાસને કહ્યું કે તેને આ રીતના અધિકાર ૨ ડિસેમ્બર, ૨૦૧૦નના રોજ મોહમ્મદ શુજાઉદ્દીન વિરૂધ્ધ ઉત્તરપ્રદેશ સરકારના મામલામાં અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલ આદેશથી મળ્યા છે.

પોલીસે જે ૫૭ લોકોને નોટીસ જારી કરી હતી તેમાંથી ૫૩ લોકોએ પોતાનો જવાબ દાખલ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ આ હિંસામાં સામેલ ન હતાં ત્રણ લોકોએ પોતાનો જવાબ આપ્યો ન હતો. ત્યારબાદ હવે જીલ્લા પ્રશાસને ૫૩ લોકોથી ૨૩.૪૧ લાખ રૂપિયાની વસુલી માટે પ્રક્રિયા તેજ કરી દીધી આ રકમને ૫૩ લોકોએ સામૂહિક રીતે જમા કરાવવા પડશે તપાસ દરમિયાન ચાર લોકોને કલીનચીટ આપવામાં આવી હતી તેમાં એક સગીર પણ હતો.

ગત દિવસોમાં મુઝફફનગરમાં પોલીસ પર પથ્થરમારો કરવાના આરોપમાં ત્રણ અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે ૨૦ ડિસેમ્બરની ધટનાના સંબંધમાં જીલ્લામાં ધરપકડ કરાયેલા લોકોની સંખ્યા ૭૯ થઇ ગઇ હતી.સિવિલ લાઇન પોલીસ સ્ટેશનના પ્રભારી સામય પાલે કહ્યું હતું કે આરોપીઓની ઓળખ સીસીટીવી ફુટેજના આધાર પર કરવામાં આવી હતી અને તેમની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસે કહ્યું હતું કે હિંસામાં કેટલાક સબ ઇસ્પેકટર સ્તરના અધિકારી સહિત ૧૨થી વધુ પોલીસ કર્મચારીઓને ઇજા થઇ હતી. હિંસક પ્રદર્શનનો શિકાર થયેલ લોકોના પરિવારજનોને મળવા માટે પ્રિયંકા ગાંધીએ જીલ્લાની અચાનક યાત્રા કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.