ક્રિકેટ જગતના બે સ્ટાર ખેલાડી વચ્ચે મેદાનમાં ઝઘડો
નવી દિલ્હી, ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગ દરમિયાન એક જ ટીમના સાથી ખેલાડીઓ સ્ટીવ સ્મિથ અને બાબર આઝમ વચ્ચે મેદાન પર થયેલી તણાવભરી ક્ષણોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ ઘટનાઓએ ચાહકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા, કારણ કે બંને ખેલાડીઓ એક જ ટીમ (સિડની સિક્સર્સ) માટે રમી રહ્યા હતા.
હવે આ સમગ્ર મામલે સ્ટીવ સ્મિથે પોતાનું મૌન તોડ્યું છે અને ખાસ કરીને બાબરને સિંગલ લેવાની ના પાડવા પાછળનું અસલી કારણ જણાવ્યું છે.ફિલ્ડિંગમાં થઈ હતી તકરારની શરૂઆતઆ બંને દિગ્ગજ ખેલાડીઓ વચ્ચે તણાવની શરૂઆત મેચની પ્રથમ ઇનિંગ્સ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે થઈ હતી. ડેવિડ વોર્નરના એક શોટને રોકવાના પ્રયાસમાં સ્મિથ અને બાબર વચ્ચે ગેરસમજ થઈ અને બોલ બાઉન્ડ્રીની બહાર જતો રહ્યો. રિપ્લેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે બાબર આસાનીથી બોલ રોકી શકતો હતો. બાબરની આ ખરાબ ફિલ્ડિંગ જોઈને સ્મિથ ખૂબ જ નિરાશ દેખાયો હતો.
થોડીવાર પછી, આવા જ એક બીજા શોટ પર સ્મિથે બાબરને નજરઅંદાજ કરીને પોતે જ બોલને પકડ્યો હતો.બાદમાં, બંને બેટિંગ કરવા ઉતર્યા અને ટીમને સારી શરૂઆત અપાવી. જોકે, ૧૧મી ઓવર દરમિયાન, સ્મિથે બાબરને એક આસાન સિંગલ લેવાની સ્પષ્ટ ના પાડી દીધી, જેના કારણે બાબર ખૂબ જ નારાજ દેખાયો.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યો હતો.સ્મિથે જણાવ્યું સિંગલ ન લેવાનું અસલી કારણમેચ બાદ સ્ટીવ સ્મિથે આ વિવાદ પર ખુલાસો કરતા કહ્યું, “‘અમે ૧૦ ઓવર પછી વાત કરી હતી, અને કેપ્ટન તથા કોચે તરત જ પાવર-સર્જ લેવા કહ્યું. મેં કહ્યું ના, એક ઓવર વધુ રમવા દો.
હું નાની બાઉન્ડ્રી તરફ રમવા માંગુ છું. હું પ્રથમ ઓવરને બગાડવા નથી માંગતો. હું તે ઓવરમાં ૩૦ રન બનાવવાનો પ્રયાસ કરીશ. મને લાગે છે કે અમે ૩૨ રન બનાવ્યા, તેથી તે એક સારું પરિણામ હતું. મને ખબર નથી કે બાબર મારા સિંગલ ન લેવાના નિર્ણયથી ખુશ હતો કે નહીં.”SS1MS
