SEBIના ચેરમેને મર્ચન્ટ બેન્કર કમ્પ્લાયન્સ રેફરન્સર સાથે ઇશ્યૂઅર્સ માટેની હેન્ડબુક રજૂ કરી
SEBI Chairman Shri Tuhin Kanta Pandey Unveils Handbook for Issuers along with a Merchant Banker Compliance Referencer at 14th Annual Convention of AIBI.
મુંબઈ, 16 જાન્યુઆરી, 2025 – એસોસિએશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ ઓફ ઈન્ડિયા (એઆઈબીઆઈ) એ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ સ્થિત જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સફળતાપૂર્વક તેનું 14મું વાર્ષિક સંમેલન યોજ્યું હતું, જેમાં વરિષ્ઠ નિયમનકારો, બજાર અગ્રણીઓ, નીતિ ઘડનારાઓ, રોકાણકારો અને ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ પ્રોફેશનલ્સ સહિત 1,500થી વધુ પ્રતિનિધિઓ એકત્રિત થયા હતા.
“IPOs India: Gateway to Global Capital, Sustainable Growth, Viksit Bharat” થીમ પર યોજાયેલા આ સંમેલનમાં વૈશ્વિક મૂડી પ્રવાહ માટે એક મહત્વપૂર્ણ માધ્યમ અને વિકસિત ભારતના વિઝનને અનુરૂપ ટકાઉ આર્થિક વિકાસના મુખ્ય સક્ષમકર્તા તરીકે ભારતના પ્રાયમરી માર્કેટ્સને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
આ સંમેલનમાં સેબીના ચેરમેન શ્રી તુહિન કાંતા પાંડે, એનએસઈના એમડી અને સીઈઓ શ્રી આશિષકુમાર ચૌહાણ અને બીએસઈના એમડી અને સીઈઓ શ્રી સુંદરરામન રામામૂર્તિ, એઆઈબીઆઈના ચેરમેન શ્રી મહાવીર લુણાવત સહિત અન્ય અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સેબી, સ્ટોક એક્સચેન્જ, એસેટ મેનેજર્સ, મર્ચન્ટ બેન્કર્સ અને ઇશ્યુઅર્સના વરિષ્ઠ અધિકારીઓની હાજરીએ વૈશ્વિક મંચ પર ભારતના મૂડી બજારોના વધતા મહત્વ પર ભાર મૂક્યો હતો.
આ સંમેલનમાં મૂડી નિર્માણના સમગ્ર જીવનચક્રને આવરી લેતા શ્રેણીબદ્ધ ઉચ્ચ-પ્રભાવશાળી મુખ્ય ભાષણો, ફાયરસાઇડ કન્વર્ઝેશન્સ અને પેનલ ડિસ્કશન્સ રજૂ કરવામાં આવી હતી. મુખ્ય સેશન્સમાં મૂડી નિર્માણમાં એક્સચેન્જોની ભૂમિકા, એસએમઈ આઈપીઓ, મૂડી નિર્માણના એન્જિન તરીકે મ્યુચ્યુઅલ ફંડ્સ અને બજાર એક્સેસને સરળ બનાવવા તથા આઈપીઓ બજારોમાં પારદર્શકતા વધારવાના હેતુથી સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ભારતના લાંબા ગાળાના મૂડી બજાર દ્રષ્ટિકોણ પર એક ખાસ સેશનમાં આઈપીઓ સુધારાને ટકાઉ વિકાસ અને નાણાંકીય સ્થિતિસ્થાપકતાના વ્યાપક રાષ્ટ્રીય એજન્ડા સાથે જોડવામાં આવ્યા હતા.
એઆઈબીઆઈએ મર્ચન્ટ બેંકિંગ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા અને ભારતના મૂડી બજારોના સતત વિકાસને ટેકો આપવા માટે તૈયાર કરાયેલી સીમાચિહ્નરૂપ વિવિધ પહેલ રજૂ કરી હતી, જેમાં નીચે મુજબની પહેલ સામેલ હતીઃ
- ઓફરડોક્યુમેન્ટ તૈયાર કરવા: સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ અને ડિસ્ક્લોઝર્સ – ઓફર ડોક્યુમેન્ટ તૈયારીમાં કાર્યક્ષમતા સુધારવા માટે મુખ્ય નિર્ધારિત અવલોકનો પર પ્રકાશ પાડતો અપડેટેડ રેફરન્સ.
- ઇશ્યૂઅર્સમાટે હેન્ડબુક – એસએમઈ લિસ્ટિંગ માટે નિયમનકારી અને પ્રક્રિયાગત જરૂરિયાતો માટે એક વ્યાપક માર્ગદર્શિકા
- ઇન્વેસ્ટરહેન્ડબુક – રોકાણકારોની જાગૃતિ સુધારવાના હેતુથી મૂડી બજારો અને પબ્લિક ઇશ્યૂ પ્રક્રિયાઓ માટે એક સરળ માર્ગદર્શિકા
- એઆઈબીઆઈઅને ઇન્ટરનેશનલ કેપિટલ માર્કેટ એસોસિએશન (આઈસીએમએ), લંડન વચ્ચે એમઓયુ, જેનો ઉદ્દેશ્ય વૈશ્વિક સહયોગ અને ક્ષમતા નિર્માણને પ્રોત્સાહન આપવાનો છે.
- રોકાણકારકેન્દ્રિત પ્રોસ્પેક્ટસ નેવિગેશન ગાઇડ – જાહેરાતોને સરળ બનાવવા અને માહિતી સાથેની ભાગીદારી વધારવા માટે બનાવાઈ છે.
- મૂડીનિર્માણ પર શ્વેતપત્ર – તરલતાના વલણો, મૂડી જરૂરિયાતો અને 10 ટ્રિલિયન ડોલરના અર્થતંત્ર તરફ ભારતની સફરનું પરીક્ષણ.
- એઆઈબીઆઈનુંબીજું વાર્ષિક મેગેઝિન – ઉદ્યોગની આંતરદ્રષ્ટિ, નિયમનકારી અપડેટ્સ, બજાર ડેટા અને એઆઈબીઆઈની પહેલ દર્શાવે છે
- મર્ચન્ટબેંકર કમ્પ્લાયન્સ રેફરન્સર – મર્ચન્ટ બેંકર્સ માટે એક પદ્ધતિસરનો કમ્પ્લાયન્સ રિસોર્સ
- રોકાણકારજાગૃતિ વીડિઓ – રોકાણકારોને અધિકારો અને ફરિયાદ નિવારણ પર માર્ગદર્શન આપવા માટે બનાવવામાં આવ્યો છે
- શેડોઆર્ટ – જાણકાર રોકાણકાર: ભારતના વિકસી રહેલા મૂડી બજારોને આધાર આપે તેવું શિસ્ત, વિશ્વાસ, સ્થિતિસ્થાપકતા અને પારદર્શિતાના મૂલ્યોને પ્રકાશિત કરતું પ્રતીકાત્મક પ્રદર્શન
14મા વાર્ષિક સંમેલનમાં એઆઈબીઆઈના ચેરમેન અને પેન્ટોમેથ કેપિટલના સીએમડી શ્રી મહાવીર લુણાવતે જણાવ્યું હતું કે, “ભારત એક એવા પરિવર્તનના તબક્કા પર છે જ્યાં મૂડી બજારો સતત વિસ્તરી રહેલા રોકાણકારોના આધાર સાથે વધુ મજબૂત બની રહ્યા છે. એઆઈબીઆઈ ખાતે, અમારા સતત પ્રયાસો એક મજબૂત ઇન્વેસ્ટમેન્ટ કલ્ચર બનાવવા અને વધુ મોટી મૂડી બનાવવા માટે જ્ઞાન અને બુદ્ધિમત્તાની પહોંચને સક્ષમ બનાવવા પર કેન્દ્રિત છે અને આ વિવિધ પહેલ તે દિશામાં એક પગલું છે.”
14મા વાર્ષિક સંમેલનમાં બજારની અખંડિતતાને મજબૂત કરવા, રોકાણકારોનો વિશ્વાસ વધારવા અને ભારતના મૂડી બજારોમાં ટકાઉ વિકાસને ટેકો આપવા માટે નિયમનકારો, એક્સચેન્જો અને બજાર સહભાગીઓ સાથે નજીકથી કામ કરવાની એઆઈબીઆઈની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરવામાં આવી હતી. પ્રાયમરી માર્કેટ્સ સતત વિકસી રહ્યા છે ત્યારે એઆઈબીઆઈએ ભારતની લાંબા ગાળાની આર્થિક આકાંક્ષાઓ સાથે જોડાયેલા સ્થિતિસ્થાપક, પારદર્શક અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક મૂડી બજાર માળખાને આકાર આપવામાં મદદ કરવાના તેના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો.
