Western Times News

Gujarati News

વેદાંતાનો શેર રૂ.686ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો, માર્કેટ કેપ રૂ. 2.6 લાખ કરોડથી વધી

Vedanta Market Cap Soars Above Rs. 2.6 lakh crore as shares hit a new high of Rs. 686.

Mumbai, કોમોડિટીના ભાવોમાં તેજીના પગલે વેદાંતા લિમિટેડનો શેર 16 જાન્યુઆરીના રોજ રૂ. 686ની નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. જેના પગલે કંપનીની માર્કેટ કેપિટલાઈઝેશન વધી રૂ. 2.64 લાખ કરોડ થઈ હતી. આ વર્ષે અત્યારસુધીમાં વેદાંતાનો શેર લગભગ 12 ટકા સુધી વધ્યો છે.

નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) પર છેલ્લા 12 મહિનામાં વેદાંતાનો શેર લગભગ 50 ટકા ઉછળ્યો છે. જે બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ કરતાં નોંધપાત્ર રીતે વધુ છે. કુલ રિટર્નના મોરચે, વેદાંતાના શેરમાં રોકાણકારોને ડિવિડન્ડ સહિત આશરે 60 ટકાથી વધુ રિટર્ન મળ્યું છે. શેરનું આ પ્રદર્શન મુખ્ય ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી50 કરતાં લગભગ પાંચ ગણું અને નિફ્ટી મેટલ્સ ઈન્ડેક્સ કરતાં દોઢ ગણું છે.

લંડન મેટલ એક્સચેન્જ (એલએમઈ) પર એલ્યુમિનિયમના ભાવોમાં મધ્યમગાળાનો ઉછાળો, વોલ્યૂમ ગ્રોથ, સંભવિત ઓછા ખર્ચ અને ડિમર્જર જેવા પરિબળોના પગલે કંપનીના વિશાળ પોર્ટફોલિયોમાં મૂલ્ય વધવાની અપેક્ષા છે. પરિણામે શેરમાં ભારે લેવલ્લી જોવા મળી રહી છે. કોપરનો ભાવ પહેલી વાર 13,000 ડોલર પ્રતિ ટનનો આંકડો વટાવી ગયો છે, જે તાજેતરની તેજીને લંબાવશે.

એનસીએલટીની મુંબઈ બેન્ચ દ્વારા 16 ડિસેમ્બરના રોજ વેદાંતાના ડિમર્જરને પાંચ સ્વતંત્ર, પ્યોર-પ્લે બિઝનેસમાં ડિમર્જ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. વેદાંતા અનુસાર, ડિમર્જરથી પાંચ અલગ લિસ્ટેડ કંપનીઓ (પહેલાંથી જ લિસ્ટેડ વેદાંતા લિમિટેડ સહિત) બનશે, દરેક પાસે સ્પષ્ટ વ્યૂહાત્મક આદેશ, કેન્દ્રિત મેનેજમેન્ટ ટીમો અને સમર્પિત મૂડી માળખાં હશે. કંપનીએ જણાવ્યા પ્રમાણે, ડિમર્જર શેરધારકો માટે લાંબા ગાળાના મૂલ્યને અનલૉક કરવા, રોકાણકારોને ભારતના વિકાસ અને ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝિશન વલણો સાથે સંરેખિત સંપત્તિઓમાં એક્સપોઝર પ્રદાન કરવા માટે રચાયેલું છે.

વેદાંતાની પેટા કંપની હિન્દુસ્તાન ઝિંક પણ ચાંદીની તેજીનો લાભ મેળવી રહી છે. જેના લીધે તેનું માર્કેટ કેપ એનએસઈ પર 16 જાન્યુઆરીના રૂ. 2.69 લાખ કરોડથી વધ્યું હતું. ગ્લોબલ રિસર્ચ કંપની જેફરીઝે ડિસેમ્બરમાં હિન્દુસ્તાન ઝિંક પર કવરેજ શરૂ કર્યું હતું. જેમાં કંપનીનાં વિશ્વના સૌથી મોટા સંકલિત ઝિંક ઉત્પાદક અને ટોચના પાંચ વૈશ્વિક ચાંદી ઉત્પાદકોમાં  સ્થાન પર ભાર મૂકવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.