માતેલા સાંઢની જેમ દોડતી લકઝુરીયસ ગાડીએ બસ-કારને અડફેટે લીધા
વૈષ્ણોદેવી પાસે ફોરચુનર કારમાં સવાર અકસ્માત સર્જનાર ગાંધીનગર જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ઈશ્વરસિંહ વાઘેલાનો પુત્ર ધવલ વાઘેલાએ ઓવરટેક કરવા જતા સામે આવતી એસટી બસ અને તેની પાછળ આવતી બ્રેઝા કારચાલક વચ્ચે ત્રિપલ અકસ્માતની ઘટના બની.
અમદાવાદ, અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે રવિવારની સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એસ.ટી બસ અને બે કાર વચ્ચે ત્રિપલ અકસ્માતમાં ફોર્ચ્યુનરે કાબૂ ગુમાવતા બસ સાથે ટકરાઈ હતી. ડિવાઈડર કૂદીને બસ સાથે ફોર્ચ્યુનર કાર અથડાઈ હતી.
તો આ કારણે બસની બાજુમાં જતી બ્રેઝા કારને ટક્કર વાગી હતી. જેને કારણે કારમાં સવાર યુવકનું મોત નિપજ્યું છે. વૈષ્ણોદેવી નજીક ત્રિપલ અકસ્માતની ઘટના બની, તેમાં ગાંધીનગર જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ઈશ્વરસિંહ વાઘેલાના ૨૧ વર્ષીય પુત્ર ધવલનું અકસ્માતમાં મોત નિપજ્યું છે.
વૈષ્ણોદેવી પાસે ફોરચુનર કારમાં સવાર ભાજપના ઈશ્વરસિંહ વાઘેલાનો પુત્ર ધવલ વાઘેલાએ ઓવરટેક કરવા જતા સામે આવતી એસટી બસ અને તેની પાછળ આવતી બ્રેઝા કારચાલક વચ્ચે ત્રિપલ અકસ્માતની ઘટના બની. જેમાં ઓવરટેક કરવા ગયેલા ધવલ વાઘેલાનું મોત નિપજ્યું છે. જયારે તેની સાથે કારમાં સવાર અન્ય યુવતીની હાલત ગંભીર થતા આઈસીયુમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. ઘટનાના સીસીટીવી સામે આવતા અકસ્માતની સ્પષ્ટ તસવીરો સામે આવી છે.

અમદાવાદથી ગાંધીનગર તરફ જતી કાર અન્ય કારને ઓવર ટેક કરવા જતા ડીવાયડર સાથે અથડાતા સામેની તરફથી આવતી એસટી સાથે અથડાઈ હતી. એકાએક સામેથી કાર ડીવાઈડર કૂદીને આવતા એસટીના ડ્રાઈવરે પણ સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો. જેની પાછળ અન્ય કાર ચાલકનો પણ અકસ્માત થયો હતો. સમગ્ર મામલે ટ્રાફિક પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
અકસ્માત વિશે પીઆઈ એલ.ડી. ઓડેદરાએ જણાવ્યું કે, રવિવારે સવારે ૮ઃ૪૫ થી ૯ વાગે સુધી ફોર્ચ્યુનર કાર અને જી્ બસ વચ્ચે અકસ્માત થયો હતો. હિંમતનગરથી રાજકોટ તરફ બસ જતી હતી. તો કાર અમદાવાદથી ગાંધીનગર તરફ જઈ રહી હતી. ફોર્ચ્યુનર કારચાલક અગમ્ય કારણોસર સ્ટીયરીંગ ઉપરથી કાબુ ગુમાવતા એસટી બસ સાથે અથડાઈ હતી. જેમાં કાર ચાલક મૃત્યુ પામ્યા છે. મૃતકનું પીએમ કરાવી આગળ એફઆઈઆર દાખલ કરી કાર્યવાહી કરવામાં આવશે.
કારની સ્પીડ અમે કંપનીમાંથી કઢાવીશું. આ અકસ્માતમાં એસટી બસ ચાલકને ઈજા પહોંચી છે, જયારે મુસાફરોને ઇજા પહોંચી નથી. આ અકસ્માતમાં જે યુવકનું મોત નિપજ્યું છે, તેના પિતા ભાજપના નેતા છે. મૃતક ધવલ વાઘેલા પિતા ગાંધીનગર જિલ્લા ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી હતા. તેના પત્ની પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ રહી ચૂક્્યા છે. આઈ. બી. વાઘેલા વ્યવસાયે વકીલ છે.
