Western Times News

Gujarati News

3 દિવસ પહેલાં ઝવેરીની દુકાનમાં ચોરી કરી ભાગતાં ફરતાં 3 ઝડપાયા

AI Image

જ્વેલર્સની દુકાનમાં બાકોરું પાડી ૨૬ લાખના ઘરેણાંની ચોરી કરનાર ત્રણની ધરપકડ

(એજન્સી)જામનગર, જામનગર જિલ્લાના ધ્રોલમાં આવેલા તુલજા ભવાની જ્વેલર્સ થયેલી ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે, સોના ચાંદીના શોરૂમ માંથી ત્રણ દિવસ પહેલાં કોઈ તસ્કરોએ પાછળની દીવાલમાં બાકોરું પાડી સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી હતી. જેની ફરિયાદ ધ્રોલ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી.

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમેં ઊંડાણપૂર્વકની તપાસ કરીને ધ્રોલ-જોડિયા રોડ પરથી ચોરેલા મુદ્દામાલ સાથે બાઇક પર ભાગી રહેલા ત્રણ તસ્કરોને ઝડપી લીધા છે, તેઓ પાસેથી રૂપિયા ૨૬.૯૬ લાખની કિંમતના ઘરેણાં અને બે બાઈક વગેરે કબજે કરવામાં આવ્યા છે.

જોડીયા તાલુકાના હડિયાણા ગામના વતની સોની વેપારી પ્રકાશ હેમતલાલ સોનીની ધ્રોલ નગરપાલિકા સામે આવેલી દુકાનમાં ૧૪ જાન્યુઆરીની રાત્રે તસ્કરોએ ધાડ પાડી હતી. ચોરો દુકાનની પાછળની દિવાલમાં બાકોરું પાડી, દુકાનમાથી સોના ચાંદી સેરવી ગયા હતા. જેની અંદાજિત કિંમત ૨૬ લાખથી વધુ હતી. જેની ફરિયાદ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.

ફરિયાદ બાદ એલસીબીની ટીમો તસ્કરોને પકડી પાડવા સક્રિય થઈ હતી. તપાસમાં ચોક્કસ બાતમી મળી હતી કે જ્વેલર્સમાં ચોરી કરનાર ચોરો બાઈક લઈ જોડિયાથી ધ્રોલ તરફ આવી રહ્યા છે. પોલીસે તેમને પકડવાની પૂરતી તૈયારી કરી દીધી હતી.

ધ્રોલમાં ચામુડા પ્લોટ પાણીના ટાકા પાસે વોચ ગોઠવી હિંમત પાંગળાભાઇ મહેડા, ટીનુ પાંગળાભાઈ મહેડા, શૈલેષ નવલસીંગ મહેડા નામના આરોપીઆૅની અટકાયત કરી હતી. જેમની પાસેથી સોનાની કિંમત ૧૭ લાખ ૫૦ હજાર અને ચાંદીની ૯ લાખ ૪૬ હજારના દાગીના જપ્ત લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગુનામાં વપરાયેલી બે બાઈક અને ૪ નંગ મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.