‘સુપ્રીમ લીડર ખામેનેઈ પર હુમલો થશે તો યુદ્ધ પાક્કું: ઈરાનના રાષ્ટ્રપ્રમુખ
નવી દિલ્હી, ઈરાન હાલ ભડકે બળી રહ્યું છે! જ્યાં જુઓ ત્યાં આંદોલનકારીઓ અને સુરક્ષાદળો વચ્ચે ભીષણ ટકરાવ ચાલી રહ્યો છે, તેવા એક ખાનગી રિપોર્ટના દાવા મુજબ ઈરાનમાં ભડકેલી હિંસામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૫ હજારથી વધુ લોકોના મોત થયા છે જેમાં ૫૦૦ સુરક્ષા જવાનો પણ સામેલ છે.
સરકારે આ સ્થિતિ માટે આતંકવાદીઓને ગુનેગાર ઠેરવ્યા છે, સત્તા પક્ષના સર્વાેચ્ચ નેતાએ યુદ્ધની સ્થિતિની બાદબાકી કરતાં ગુનેગારોને કડક સજા આપવાની જાહેરાત કરી છે, બીજી તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. તેવામાં ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ પેઝેશ્કિયને અમેરિકા અને ઈઝરાયલને સીધી ચેતવણી આપતા કહ્યું છે કે જો સુપ્રીમ લીડર ખામેનેઈ પર કોઈ પણ હુમલો થશે તો યુદ્ધ પાક્કું છે.
ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ પેઝેશ્કિયાને કહ્યું કે જો સુપ્રીમ લીડર ખામેનેઈ પર હુમલો થશે તો યુદ્ધ છેડાશે, કોઈ પણ હુમલાનો સંપૂર્ણ શક્તિથી જવાબ આપીશું, ઈરાન પર પ્રતિબંધો લગાવવા અમાનવીય છે ખામેનેઈ પર હુમલો ઈરાન નહીં ચલાવી લે, જો ઈરાન કે સુપ્રીમ લીડર પર કોઈ હુમલો થશે તો યુદ્ધ કરવું જરૂરી બની જશે. આ કડક નિવેદન દ્વારા તેમણે સીધી રીતે અમેરિકા અને ઈઝરાયલ ચેતવણી અને ધમકી બંને આપી છે.પૂર્વ ફરી એકવાર મોટા યુદ્ધની અણી પર હતું.
યુનાઇટેડ સ્ટેટ્સમાં એવી ચર્ચા વધી રહી હતી કે, રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સામે લશ્કરી કાર્યવાહીનો આદેશ આપી શકે છે. અમેરિકન અખબારોમાં આવેલા અહેવાલો દર્શાવે છે કે, ટ્રમ્પે ખામેનીની સત્તા ઉથલાવવાનો નિર્ણય પહેલેથી જ લઈ લીધો છે. તેમણે રઝા પહલવી સાથે ગુપ્ત બેઠક કરી હતી, અને ઈરાનમાં બળવાની યોજના તૈયાર હતી. જેમાં ઈરાન પર હુમલો કરવા F-૩૫ અને F-૨ બોમ્બર તૈયાર હતા, તો પછી ટ્રમ્પને પીછેહઠ કરવાની ફરજ શું પડી?વોશિંગ્ટન પોસ્ટની રિપોર્ટ મુજબ, સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ખુદ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પને ફોન કરીને ધીરજ રાખવાની અપીલ કરી હતી.
સાઉદી નેતૃત્ત્વને ડર હતો કે જો અમેરિકા ઈરાન પર હુમલો કરશે, તો તેહરાનનો બદલો ફક્ત તેના પ્રદેશ પૂરતો મર્યાદિત નહીં રહે પરંતુ સમગ્ર ગલ્ફ ક્ષેત્રને ઘેરી લેશે. સાઉદી અધિકારીઓ માનતા હતા કે, ઈરાનનો પ્રતિભાવ યુએસ લશ્કરી ઠેકાણાઓ, ગલ્ફ દેશોની સુરક્ષા અને ખાસ કરીને ઉર્જા બજાર માટે નોંધપાત્ર ખતરો ઉભો કરી શકે છે. તેલ અને ગેસ પુરવઠામાં એક નાનો વિક્ષેપ પણ વૈશ્વિક અર્થતંત્રને પાટા પરથી ઉતારી શકે છે.ફક્ત સાઉદી અરબ જ નહીં પરંતુ કતર, ઓમાન અને ઇજિપ્ત જેવા અગત્યના દેશોએ પણ અમેરિકાને ઈરાન પર હુમલો ન કરવાની સલાહ આપી.
આ દેશોનું તર્ક હતું કે આ વિસ્તાર પહેલાથી અસ્થિર છે અને કોઈપણ સૈન્ય સાથે ઘર્ષણથી સ્થિતિ વધુ બેકાબૂ બની શકે છે. આ અરબી દેશોને ડર હતો કે, જો ઈરાનને ખૂણામાં ધકેલી દેવામાં આવ્યું તો તે સીધા અથવા તેના સમર્થક જૂથો દ્વારા સમગ્ર મધ્ય પૂર્વમાં આગ ભડકાવી શકે છે.આર્થિક રીતે માર ઝીલી રહેલા ઈરાનમાં ડિસેમ્બર મહિનાની સત્તા પક્ષ સામે રાષ્ટ્રવ્યાપી આંદોલન ચાલી રહ્યું છે જે ધીરે ધીરે હિંસક રૂપ લઈ રહ્યું છે.
પહેલા આર્થિક કારણે શરૂ થયેલા આંદોલને જોતજોતામાં જ સત્તા પરિવર્તન અને ધાર્મિક શાસનના અંતની માગનો રસ્તો અપનાવી લીધો, એક ઈરાની અધિકારીના જણાવ્યા મુજબ, અત્યાર સુધી ઓછામાં ઓછા ૫ હજારથી વધુ લોકોના મોત થયા છે જેમાં ૫૦૦ સુરક્ષાદળના જવાનો પણ છે. આ ૧૯૭૯ની ઈસ્લામિક ક્રાંતિ બાદ સૌથી ઘાતક અને વિકટ સ્થિતિ માનવામાં આવી રહી છે.SS1MS
