નેપાળની રાજધાની કાઠમંડુમાં વાયુ પ્રદૂષણના લીધે શ્વાસ લેવામાં મુશ્કેલી
કાઠમંડુ, નેપાળની રાજધાની કાઠમંડુમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ અત્યંત ગંભીર બની રહી છે. શિયાળાની શરૂઆત સાથે જ કાઠમંડુ ખીણમાં હવાની ગુણવત્તા એટલી હદે બગડી ગઈ છે કે સવાર અને સાંજ ના સમયે શ્વાસ લેવો પણ જોખમી બની રહ્યો છે.
નેપાળ સરકાર અને ઉદ્યોગ વચ્ચે થયેલી સમજૂતી મુજબ, દેશભરમાં એકસાથે ૧,૦૦૦ થી વધુ ઈંટોના ભઠ્ઠા કાર્યરત થતા વાતાવરણમાં ઝેરી ધુમાડાનું પ્રમાણ વધ્યું છે.હિન્દુ સમુદાયમાં ૧૫ જાન્યુઆરી પછી મકાન નિર્માણ માટેના શુભ મુહૂર્ત શરૂ થાય છે, જેને કારણે ઈંટોની માંગમાં મોટો ઉછાળો આવે છે.
આ માંગને પહોંચી વળવા હજારો ભઠ્ઠા એકસાથે ધમધમતા થયા છે. આ ઉપરાંતઃભૌગોલિક સ્થિતિઃ કાઠમંડુ ખીણ એક વાટકા જેવી છે, જેના કારણે પ્રદૂષકો હવામાં ફેલાવાને બદલે જમીનની નજીક જમા રહે છે.તાપમાન વ્યુત્ક્રમ )ઃ શિયાળાની ઠંડી હવા પ્રદૂષકોને જમીન પાસે જ જકડી રાખે છે, જેને કારણે ધુમ્મસ અને પ્રદૂષણનું સ્તર ઘટતું નથી.ટ્રાફિક અને કચરોઃ વાહનોનો ઝેરી ધુમાડો અને ખુલ્લામાં કચરો સળગાવવાની પ્રથાને કારણે સ્થિતિ વધુ વણસી રહી છે.
હવાની ખરાબ ગુણવત્તાને કારણે નેપાળની હોસ્પિટલોમાં શ્વાસ સંબંધિત રોગોના દર્દીઓમાં નોંધપાત્ર વધારો થયો છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ ઉધરસ, બ્રોન્કાઈટિસ અને ફેફસાની ગંભીર બીમારીઓના કેસો વધી રહ્યા છે. સાંજે પીક ટ્રાફિકના કલાકો દરમિયાન હવામાં પદાર્થાેનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે, જે બાળકો અને વૃદ્ધો માટે અત્યંત જોખમી છે.SS1MS
