ચાંદીને ૫૦ હજારથી ૧ લાખ સુધી પહોંચવામાં ૧૪ વર્ષ લાગ્યા હતાઃ માત્ર 1 મહિનામાં 2 લાખથી 3 લાખ પહોંચી
બજાર ખૂલતાં જ ચાંદી ત્રણ લાખને આંબી -સોના-ચાંદીમાં ઐતિહાસિક ઉછાળો
(એજન્સી)નવી દિલ્હી, ચાંદીના ભાવ સોમવાર ૧૯ જાન્યુઆરીએ એમસીએક્સ પર ૩ લાખ રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે. તેમાં ૧૪ હજાર રૂપિયાથી વધુનો ઉછાળો આવ્યો છે. શુક્રવારે ચાંદી ૨.૮૭ લાખની આસપાસ હતી.
એમસીએક્સ પર ૧૫ ડિસેમ્બર ૨૦૨૫ની આસપાસ ચાંદી પહેલીવાર ૨ લાખ રૂપિયા પર પહોંચી હતી. એટલે કે ચાંદીને ૨ લાખથી ૩ લાખ રૂપિયા સુધી પહોંચવામાં માત્ર ૧ મહિનાનો સમય લાગ્યો. જ્યારે તેને ૧ થી ૨ લાખ સુધી પહોંચવામાં ૯ મહિના, જ્યારે ૫૦ હજારથી ૧ લાખ સુધી પહોંચવામાં ૧૪ વર્ષ લાગ્યા હતા.
જોકે, ઝવેરી બજારમાં ચાંદી આજે લગભગ ૧૨ હજાર રૂપિયા વધીને ૨.૯૪ લાખ રૂપિયા કિલો પર છે. આવી સ્થિતિમાં ઘણા લોકોના મનમાં સવાલ છે કે ચાંદીના ભાવ આટલા કેમ વધી રહ્યા છે? શું આ ચાંદી ખરીદવાનો યોગ્ય સમય છે? ચાંદીમાં રોકાણ કરવાની સુરક્ષિત રીતો કઈ કઈ છે? સોના અને ચાંદી બંનેની કિંમત દરરોજ રેકોર્ડ તોડતી જોવા મળી રહી છે.
સોમવારે, અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે બજાર ખુલતાની સાથે જ ચાંદીમાં એવી હલચલ મચી ગઈ કે ૧ કિલો ચાંદીનો ભાવ ૩ લાખ રૂપિયાને પાર થઈ ગયો. ઇતિહાસમાં પહેલીવાર ચાંદીએ આ સ્તરને પાર કરી દીધું છે. આ દરમિયાન, સોનાના ભાવ પણ ઝડપથી વધીને નવી ટોચ પર પહોંચ્યા છે. અમદાવાદમાં ૨૪ કેરેટ ૧૦ ગ્રામ સોનાની કિંમત ૧,૪૫,૭૪૦ છે. ચાંદીના ભાવ અટકવાના નથી.
સોમવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ખુલતા ચાંદીના ભાવમાં રૂ.૧૪૦૦૦નો વધારો થયો, જે પહેલી વાર ત્રણ લાખના આંકડાને પાર થઈ ગયો. ચાંદી પ્રતિ કિલોગ્રામ ?૩,૦૧,૩૧૫ની નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગઈ છે.
ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે, શુક્રવારે, સ્ઝ્રઠ ચાંદીનો દર પ્રતિ કિલોગ્રામ ૨,૮૭,૭૬૨ પર બંધ થયો હતો. હવે, સોનાના ભાવની વાત કરીએ તો, સ્ઝ્રઠ સોનાનો ભાવ ચાંદીની જેમ વધી રહ્યો છે. ગયા અઠવાડિયે, શુક્રવાર, ૫ ફેબ્રુઆરીના રોજ, સોનાના વાયદાના ભાવ રૂ.૧,૪૨,૫૧૭ પ્રતિ ૧૦ ગ્રામ પર બંધ થયા હતા.
અને સોમવારે ખુલતા જ, તે ?૧૪૫,૫૦૦ની નવી ઊંચી સપાટીએ પહોંચ્યો. આ ગણતરી કરતાં, ૨૪ કેરેટ સોનાના ૧૦ ગ્રામના ભાવમાં રૂ.૨,૯૮૩નો વધારો થયો છે. બીજી તરફ, જો આપણે આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધી સોનાના ભાવમાં થયેલા વધારા પર નજર કરીએ તો, ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ, ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૧,૩૫,૮૦૪ રૂપિયા હતો, જે મુજબ તે અત્યાર સુધીમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૯,૬૯૬ રૂપિયા મોંઘું થયું છે.
