Western Times News

Gujarati News

દિલ્હી બાદ હવે બિહારમાં ચૂંટણી જંગ

નવી દિલ્હી,

દિલ્હી વિધાનસભા ચૂંટણી બાદ હવે બિહાર વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શુક્રવારે ચૂંટણી તૈયારીઓને લઈ પટના ખાતે મહાગઠબંધને એક મહત્વની બેઠક કરી. જેમાં મહાગઠબંધનના નેતાઓએ રાજદ નેતા તેજસ્વી યાદવને પોતાના નેતા માનવાથી ઇન્કાર કર્યો અને શરદ યાદવને મુખ્યમંત્રી ઉમેદવાર બનાવવાની માંગ કરી છે.

મીડિયા રિપોર્ટ મુજબ શુક્રવારે થયેલ મહાગઠબંધનની બેઠકમાં ત્રણે દળોના નેતા જીતનરામ માંઝી(એચએએમ), ઉપેન્દ્ર કુશવાહા (આરએલએસપી) અને મુકેશ સાહની(VIP) એ પટનામાં લોકશાહી જનતા દળ(LJD)ના વડા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવને સીએમ પદ માટે ઉમેદવાર બનાવવાની માંગ કરી છે. આ બેઠક માટે કોંગ્રેસ અથવા આરજેડીના કોઈ પણ નેતાને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું. મીડિયા સૂત્રો મુજબ ઉપેન્દ્ર કુશવાહા અને મુકેશ સાહનીએ આરજેડી નેતા તેજસ્વી યાદવને મહાગઠબંધનના નેતા બનાવવા પર સવાલ ઉભા કર્યા હતા.

ખેરખર, મહાગઠબંધનના કેટલાક નેતા આ વાતથી નારાજ હતા કે આરજેડીએ એકતરફી નિર્ણય કરતા તેજસ્વીને મહાગઠબંધનના નેતા અને મુખ્યમંત્રી ઉમેદવાર જાહેર કર્યા છે. તેમણું કહેવું છે કે તેજસ્વીને મુખ્યમંત્રીનો ચેહરો બનાવવા અંગે મહાગંઠબંધનના કોઈ પણ દળ સાથે કોઈ વાટાઘાટ કરવામાં આવી નહોતી. મીડિયા રિપોર્ટ મુજબ બેઠકમાં જે પણ નિર્ણય લેવામાં આવશે તે અંગે શનિવારે શરદ યાદવ એક પ્રેસ કોન્ફરન્સ કરીને આપશે.

ત્યારે બીજી તરફ બીજેપી અને જેડીયૂ સાથે મળીને વિભાનસભા ચૂંટણી લડી શકે છે. નીતિશ કુમારની આગેવાની હેઠળ એનડીએ ચૂંટણી લડશે એવી મજબૂત સંભાવના છે. કારણ કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં અમિત શાહ અને નીતિશ કુમાર એક મંચ પર નજરે આવ્યા હતા. તેથી બંને દળો વચ્ચેની ખટપટની અટકળોને હવે વિરામ મળ્યો છે એમ લાગી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.