Western Times News

Gujarati News

કર્ણાટકના ડીજીપીનો ઓફિસમાં અશ્લીલ વીડિયો વાઈરલ

બેંગલોર, કર્ણાટકના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી-નાગરિક અધિકાર પ્રવર્તન) કે. રામચંદ્ર રાવને સોમવારે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર મહિલાઓ સાથે વાંધાજનક સ્થિતિમાં તેમના ઘણા વીડિયો વાઈરલ થયા બાદ રાજ્ય સરકાર દ્વારા આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા આ વીડિયોમાં, ડીજીપી રેન્કના અધિકારી ડો. રામચંદ્ર રાવ પોતાની વર્દીમાં ઓફિસમાં બેઠેલા જોવા મળે છે. તેમની સાથે એક મહિલા પણ છે. વીડિયોમાં તેઓ મહિલાને ગળે લગાવતા અને ચુંબન કરતા જેવી અશ્લીલ હરકતો કરતા નજરે પડી રહ્યા છે.

આ વીડિયો સામે આવતા જ વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.ડીજીપીનો બચાવઃ ‘વીડિયો નકલી, આ ષડયંત્ર છે’જોકે, ૧૯૯૩ બેચના આ આઈપીએસ અધિકારી રામચંદ્ર રાવે આ તમામ આરોપોને ફગાવી દીધા છે અને તેને મનઘડંત અને ખોટા ગણાવ્યા છે.

તેમણે કહ્યું, “હું સ્તબ્ધ છું. આ બધું મનઘડંત અને ખોટું છે. વીડિયો સંપૂર્ણપણે નકલી છે.” તેમણે વધુમાં કહ્યું કે આ વીડિયો કદાચ આઠ વર્ષ જૂનો હોઈ શકે છે, જ્યારે તેઓ બેલગાવીમાં તૈનાત હતા. તેમણે આને પોતાની વિરુદ્ધનું ષડયંત્ર ગણાવ્યું છે.

આ મામલો સામે આવતા જ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ વિભાગ પાસેથી વિસ્તૃત માહિતી લીધી છે. વીડિયો જોયા બાદ મુખ્યમંત્રીએ ગૃહ મંત્રાલય પાસેથી તાત્કાલિક રિપોર્ટ માંગ્યો છે. વીડિયો વાઈરલ થતાં જ રાવે ગૃહ મંત્રી જી. પરમેશ્વરને મળવાનો પ્રયાસ કર્યાે હતો, પરંતુ તેમની મુલાકાત થઈ શકી ન હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.