ભારત અને ચીનમાં એઆઈ સેવા માટે અમેરિકા કેમ ખર્ચાે કરે છે
વોશિંગ્ટન, ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર મુદ્દે કોકડું ગૂંચવાયું છે. બન્ને દેશો વચ્ચે વાટાઘાટ થઈ રહી છે પરંતુ તેની જાહેરાત અંગે અનેક તર્કવિતર્ક છે. ટ્રમ્પે ભારત પર આકરો ટેરિફ લાગુ કર્યાે છે અને ૫૦૦ ટકા ટેરિફની ધમકી પણ ઉચ્ચારી છે ત્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વેપાર સલાહકાર પીટર નવારોએ ભારતને લઈને ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. તેમણે યુએસ કંપનીઓ દ્વારા પૂરી પાડવામાં આવતી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) સેવાને લઈને ટિપ્પણી કરી હતી.
નવારોએ જણાવ્યું કે, અમેરિકાની કંપનીઓ એઆઈ ક્ષેત્રે રોકાણ માટે ભારતને ડોલરમાં નાણાંની ચુકવણી શા માટે કરી રહી છે. ભારત અને યુએસના સંબંધો હાલમાં વણસ્યા છે તેવામાં નવારોનું આ નિવેદન બળતામાં ઘી હોમવા સમાન છે.ગ્લોબલ સર્ચ એન્જિન જાયન્ટ ગૂગલની આગામી પાંચ વર્ષ માટે ભારતમાં એઆઈ પાછળ ૧૫ અબજ યુએસ ડોલરના રોકાણની યોજના છે. જ્યારે ચેટજીપીટીની માલિક કંપની ઓપનએઆઈએ પણ ભારતમાં ઈન્ળાસ્ટ્રક્ચર રોકાણ વધારવા ઈચ્છે છે.
ભારતમાં આ બન્ને કંપનીઓના સૌથી વધુ યુઝર્સ છે. નવારોએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, ચેટજીપીટી વગેરે કંપનીઓ અમેરિકાની ધરતી પરથી કાર્યનું સંચાલન કરે છે અને અહીં સૌથી વધુ વીજળીનો ઉપયોગ કરે છે તો તે ભારત ઉપરાંત ચીન સહિતના દેશોમાં શા માટે સેવા પૂરી પાડે છે. વેપારની દ્રષ્ટિએ આ ચિંતાજનક છે અને તેનો ઉકેલ જરૂરી છે.
ટ્રમ્પના નજીકના વ્યક્તિ ગણાતા નવારોએ વ્હાઈટ હાઉસના પૂર્વ મુખ્ય રણનીતિજ્ઞ સ્ટીવ બેનોન સાથે ઈન્ટરવ્યૂમાં ઉપરોક્ત મુદ્દે નિવેદન કર્યું હતું. આ ઉપરાંત અમેરિકામાં ખેતીની જમીનની વિદેશી માલિકી સામે પણ તેમણે ચિંતા વ્યક્ત કરી હતી.
નવારોએ આક્ષેપ કરતા કહ્યું કે, વિદેશી કંપનીઓ યુએસમાં ખેતીની જમીનની મૂળ કિંમત કરતા દસ ગણી વધુ કિંમત ચૂકવી રહ્યા છે જેનાથી અન્નની કિંમતોમાં વધારો સંભવ છે. ઉલ્લેખનીય છે કે નવારોએ પ્રથમ વખત ભારત વિરોધી ટિપ્પણી કરી નથી.
અગાઉ પણ રશિયા પાસેથી ક્‰ડની ખરીદી પર તેમણે વાંધો ઉઠાવ્યો હતો. ભારત રશિયા પાસેથી સસ્તું ક્‰ડ ખરીદીને રશિયન ઈકોનોમીને મદદ કરી રહ્યું હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યાે હતો. ભારત હંમેશા યુએસના ઉત્પાદનો પર ઊંચી ઈમ્પોર્ટ ડ્યુટી લાગુ કરતું હોવાનું નવારોએ જણાવ્યું હતું.SS1MS
