નોઇડામાં ગાઢ ધુમ્મસને પગલે કાર સાથે કાદવમાં ખાબકતાં એન્જિનિયરનું મોત
ગૌતમ બુદ્ધ નગર, નોઇડામાં જામેલા ગાઢ ધુમ્મસના કારણે શુક્રવારે એક સોફ્ટવેર એન્જિનિયરનું પાણી અને કાદવ-કીચડના ઉંડા ખાડામાં પડીને મોત નિપજ્યું હતું. તે લગભગ ૮૦ મિનિટ સુધી પિતા સામે મદદ માટે બુમો પાડતો રહ્યો હતો. તેણે ફોન ઉપર પોતાના પિતાને કહ્યું હતું ‘પપ્પા, મને બચાવી લો, હું મરવા નથી ઇચ્છતો’. ત્યારબાદ તેની કાર સહિત નાળાના પાણીથી ભરેલાં ૩૦ ફૂટ ઉંડા પાણી અને કાદવ-કીચડથી ભરેલાં ખાડામાં સમાઇ ગયો હતો.
સોફ્ટવેર એન્જિનિયર યુવરાજ મહેતા પોતાની ગ્રાન્ડ વિતારા કારમાં ગુરૂગ્રામથી નોઇડાના સેક્ટર-૧૫૦ સ્થિત ટાટા યુરિકા પાર્ક જઇ રહ્યો હતો. રસ્તામાં એટીએસ લે ગ્રાંડ પાસે નાળાની દિવાલ તોડી તેની કાર ૩૦ ફૂટ ઉંડા પાણી અને કાદવ-કીચડના ખાડામાં ખાબકી હતી.યુવરાજની કાર ખાડામાં પડતાની સાથે જ પાણી અને કાદવ-કીચડમાં ઉંડે ઉતરવા લાગી હતી.
જો કે યુવરાજ ગમે તેમ કરીને કારની બહાર નીકળી તેના ઉપર ચઢી ગયો હતો અને પિતાને ફોન કરીને સમગ્ર ઘટના જણાવી હતી. ડાયલ-૧૧૨ ઉપર ફોન કરીને પિતા ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસ અધિકારી સર્વેશ સિંહ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
તે ઉપરાંત ફાયર બ્રિગેડના જવાનો પણ નાની-મોટી ક્રેન સાથે આવી પહોંચ્યા હતા. યુવરાજથી સાવ થોડા તરે તેના પિતા અને બાકીના તમામ બચાવ કર્મચારીઓ હાજર હતા, પરંતુ ગાઢ ધુમ્મસના કારણે તેઓ એકબીજાને જોઇ શકતા નહોતા. તે મોબાઇલની ચોર્ટ ચાલુ કરી બુમો પાડતો રહ્યો હતો કે પપ્પા, મને બચાવી લો, હું મરવા નથી ઇચ્છતો, મારી કાર ડુબી રહી છે. જો કે થોડાં જ સમયમાં તેનો અવાજ આવતો બંધ થઇ ગયો હતો. લગભગ અઢી કલાક બાદ તેની લાશ બહાર કાઢવામાં આવી હતી.SS1MS
