બાંગ્લાદેશમાં કેળાં ચોર્યાનો આરોપ લગાવી હિન્દુ વેપારીને મારી નાખ્યો
ઢાકા, બાંગ્લાદેશના ગાઝીપુર જિલ્લામાં હિન્દુ વેપારી સાથે નજીવા મુદ્દે તકરાર કરી માર મારી નાખવાની ઘટના બની છે. ઝાડ પરથી કેળાં ચોર્યા હોવાનો આરોપ લગાવી પતિ-પત્ની અને પુત્ર ક્‰રતાપૂર્વક લઘુમતિ વેપારી પર તૂટી પડ્યા હતા. તેને ક્‰રતાપૂર્વક માર મારી રહેંસી નાખ્યો હતો.
ગાઝીપુરના કાલિગંજ વિસ્તારમાં લિટન ચંદ્ર ઘોષ (ઉ.વ. ૫૫) બૈસાખી સ્વીટમીટ એન્ડ હોટલ નામથી દુકાન ધરાવે છે. આ જ વિસ્તારમાં રહેતા સ્વપ્ન મિયા (ઉ.વ. ૫૫), તેની પત્ની માજેદા ખાતુન (ઉ.વ. ૪૫) અને દીકરો માસુમ મિયા (ઉ.વ. ૨૮) કેળાનું ઝાડ ધરાવે છે.
તેઓ શનિવારે લિટનની દુકાન પર આવ્યા હતા અને તેની દુકાનમાં જોવા મળેલી કેળાની લૂમ પોતાના ઝાડ પરથી ચોરી હોવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, મિયા પરિવારે લિટનને મુક્કા અને લાતો મારી હતી. જેના કારણે તે જમીન પર પડી ગયો હતો અને સ્થળ પર જ મોત નીપજ્યુ હતું.
બાંગ્લાદેશમાં લઘુમતીઓની સલામતી બાબતે ચિંતાજનક માહોલ ઊભો થઈ રહ્યો છે. ૧ ડિસેમ્બરથી ૧૫ જાન્યુઆરી દરમિયાન બાંગ્લાદેશમાં નજીવા કારણોસર અથવા કોઈ કારણ વગર ૧૫ લઘુમતી હિન્દુઓને ક્‰રતા પૂર્વક રહેંસી નાખવામાં આવ્યા છે.
કટ્ટરવાદીઓને મળી રહેલા છૂટા દોરના કારણે બાંગ્લાદેશમાં હિન્દુ ઉપરાંતના લઘુમતીમાં પણ ચિંતા ફેલાઈ છે. બાંગ્લાદેશ સરકારે આ ઘટનાને લઘુમતી પરના અત્યાચાર તરીકે ઓળખવાના બદલે તપાસ હાથ ધરી છે. પોલીસે આ મામલે આરોપીઓની ધરપકડ કરી અને ઘોષના મૃત્યુ સુધી દોરી જનારા પરિબળો અંગે તપાસ હાથ ધરી છે.
બાંગ્લાદેશમાં લઘુમતીઓની હત્યાના સંખ્યાબંધ બનાવો બની રહ્યા છે. ચૂંટણીનો સમય નજીકમાં છે ત્યારે વધી રહેલી કટ્ટરતા મામલે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠનો પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. બાંગ્લાદેશ સરકારે લઘુમતી સમાજને નચિંત રહેવા સલાહ આપી છે, પરંતુ પોલીસ કે સરકારનો કટ્ટરપંથીઓ પર કો ઈ અંકુશ રહ્યો નથી.SS1MS
