અજય દેવગન, રિતેશ દેશમુખ અને અર્શદ વારસીની ‘ધમાલ ૪’ ૧૨ જૂને રિલીઝ થશે
મુંબઈ, ધમાલ સિરીઝ આ વર્ષે નવી ફિલ્મ સાથે પરત ફરવાની છે અને મેકર્સે હવે ૧૨ જૂને ફિલ્મ રિલીઝની સત્તાવાર જાહેરાત પણ કરી દીધી છે. સિનેમાપ્રેમીઓ માટે એક મસ્ત કોમેડી એડવેન્ચર તૈયાર છે, કારણ કે ૧૭ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ધમાલ સિરીઝના મેકર્સે તેની આગામી ફિલ્મની રિલીઝની જાહેરાત કરી છે.
સોશિયલ મીડિયા પર મુકાયેલી એક પોસ્ટમાં લખાયું હતું, ‘ધમાલ ટાઈમ્સ, બ્રેકિંગ ન્યૂઝ’. આ તસવીરમાં રિલીઝ તારીખ દર્શાવવામાં આવી હતી, જેમાં ૧૨ જૂન, ૨૦૨૬ને કન્ફર્મ કરવામાં આવી છે.
સાથે જ તેમાં લખાયું હતું, “અબ ધમાલ બોલા હૈ, તો કરના હી પડેગા. સ્ટે ટ્યુન્ડ!” ફિલ્મમાં અજય દેવગન, રિતેશ દેશમુખ, અર્શદ વારસી, સંજય મિશ્રા અને જાવેદ જાફરી મુખ્ય ભૂમિકામાં છે. તેમની સાથે એશા ગુપ્તા, સંજીદા શેખ, અંજલી આનંદ, ઉપેન્દ્ર લીમયે, વિજય પાટકર અને રવિ કિશન પણ મહત્વના રોલમાં જોવા મળશે.
ગુલશન કુમાર અને ટી-સીરીઝની આ ફિલ્મ, દેવગન ફિલ્મ્સ સાથેના સહયોગમાં, તેમજ ટી-સીરીઝ ફિલ્મ્સ, મારુતિ ઈન્ટરનેશનલ અને પેનોરમા સ્ટુડિયોઝના પ્રોડક્શન હેઠળ બની છે. ધમાલ શ્રેણીના ચાહકો આ ફિલ્મની લાંબા સમયથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા.SS1MS
