સુનીતા વિલિયમ્સે નાસામાંથી નિવૃત્તિ લીધી
વોશિંગ્ટન ડી સી, ભારતીય મૂળના યુએસ અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે ૨૭ વર્ષની ઝળહળતી કારકિર્દી બાદ નાસામાંથી નિવૃત્તિ લીધી છે. નાસાના અધિકારીના જણાવ્યા મુજબ ૨૭ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ સુનિતા નિવૃત્તિ લીધી હતી, આ અંગે સુનીતા વિલિયમ્સ તરફથી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.સુનિતા વિલિયમ્સે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ત્રણ મિશન પૂર્ણ કર્યા અને સમાનવ અવકાશ યાત્રામાં સંખ્યાબંધ રેકોર્ડ બનાવ્યા છે.
નાસાના એડમિનિસ્ટ્રેટર જેરેડ આઇઝેકમે એક નિવેદનમાં જણાવ્યું, “હ્યુમન સ્પેસ ફ્લાઈટમાં સુનિતા વિલિયમ્સ એક અગ્રણી નામ રહ્યું છે, સ્પેસ સ્ટેશન પર તેમની આગેવાની હેઠળ થયેલા સંશોધનોએ ભવિષ્યને આકાર આપ્યો છે.”જેરેડ આઇઝેકમે કહ્યું, “વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે તેમના કાર્યથી ચંદ્ર પર આર્ટેમિસ મિશન અને મંગળ તરફના મિશનનો પાયો નખાયો.
તેમણે મેળવેલી અસાધારણ સિદ્ધિઓ આવતી પેઢીઓને સપના જોવા અને સીમાઓને આગળ વધવા માટે પ્રેરણા આપતી રહેશે. નિવૃત્તિ બદલ અભિનંદન, અને નાસા અને આપણા રાષ્ટ્ર પ્રત્યેની તમારી સેવા બદલ આભાર.”સુનિતા વિલિયમ્સે અવકાશમાં કુલ ૬૦૮ દિવસ વિતાવ્યા છે, નાસા તરફથી જે સૌથી વધુ સમય આવકાશમાં વિતાવવા મામલે સુનિતા વિલિયમ્સ બીજા ક્રમે છે.
સુનિતા વિલિયમ્સે કુલ નવ સ્પેસવોક કર્યા જેમાં તેમણે કુલ ૬૨ કલાક અને ૬ મિનિટ વિતાવ્યા, જે કોઈ મહિલા દ્વારા સૌથી વધુ સ્પેસવોક ટાઈમ છે, એકંદરે સ્પેસવોક ટાઈમ મામલે તેઓ ચોથા ક્રમે છેસુનિતા વિલિયમ્સનું પહેલું મિશન ડિસેમ્બર ૨૦૦૬ શરુ થયું હતું. સ્પેસ શટલ ડિસ્કવરી દ્વારા અવકાશમાં ગયા હતાં અને સ્પેસ શટલ એટલાન્ટિસ દ્વારા પૃથ્વી પર પરત ફર્યા હતાં.
એક્સપિડિશન ૧૪ અને ૧૫ દરમિયાન, સુનિતાએ ફ્લાઇટ એન્જિનિયર તરીકેની ભૂમિકા ભજવી, એક જ મિશન દરમિયાન ચાર સ્પેસવોક પૂર્ણ કર્યા, જે એક રેકોર્ડ છે.વર્ષ ૨૦૧૨માં સુનિતા વિલિયમ્સે એક્સપિડિશન ૩૨ અને ૩૩ ના ભાગ રૂપે ૧૨૭ દિવસ અવકાશમાં રહ્યા.
એક્સપિડિશન ૩૩ માટે તેમણે કમાન્ડરની ભૂમિકા ભજવી. આ દરમિયાન, સુનિતાએ સ્ટેશન પર રેડિએટર લીકને ઠીક કરવા અને સૌર એરે સાથે જોડાયેલા મહત્વપૂર્ણ પાવર સિસ્ટમ પાટ્ર્સને બદલવા માટે ત્રણ સ્પેસવોક કર્યા.
સુનિતા વિલિયમ્સનું છેલ્લી અવકાશયાત્ર ખુબજ મુશ્કેલ રહી. અવકાશયાત્રી બુચ વિલ્મોર સાથે આઈએસએસ પર ૧૦ દિવસ માટેનું મિશન સાડા નવ મહિના સુધી લંબાયું હતું, જે કોઈ અમેરિકન દ્વારા છઠ્ઠી સૌથી લાંબી અવકાશ યાત્રા તરીકે નોંધાઈ. આ મિશન દરમિયાન તેમણે બે સ્પેસવોક પૂર્ણ કર્યા અને માર્ચ ૨૦૨૫ માં સ્પેસએક્સ ક્‰-૯ મિશન દ્વારા પૃથ્વી પર પાછા ફર્યા હતાં.SS1MS
