મેમનગર સરકારી ચાવડીનું ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત થયું
અમદાવાદ, શહેરના મેમનગર વિસ્તારમાં મહેસૂલ વિભાગની નવી સરકારી ચાવડીના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલના હસ્તે સરકારી ચાવડીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગ દાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

અંદાજિત રૂ. 86 લાખના ખર્ચે નિર્માણ પામનાર આ સરકારી ચાવડીથી અરજદારો તથા નાગરિકોને મહેસૂલ સંબંધિત સેવાઓ વધુ સુલભ બનશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મહેસૂલ વિભાગ દ્વારા આ ચાવડીનું નિર્માણ થનાર છે. આ કાર્યક્રમમાં બોડકદેવ વોર્ડના કોર્પોરેટરો શ્રીમતી દિપ્તીબેન અમરકોટિયા, શ્રીમતી વાસંતીબેન પટેલ, શ્રી કાંતિભાઈ પટેલ, એએમટીએસ ચેરમેન શ્રી ધરમશી દેસાઈ, અમદાવાદ પશ્ચિમના એસડીએમ શ્રી હિતેશ જનકાત, ઘાટલોડિયા મામલતદાર શ્રી નીતેશ પંડ્યા સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
