હિંમતનગરમાં વધુ એક પોન્ઝી સ્કીમનું કૌભાંડ
Maganjit Vanzara
હિંમતનગર, હિંમતનગરના આરટીઓ બાયપાસ નજીક આવેલા એક કોમ્પ્લેક્સમાં ઓફિસ ખોલીને પોન્ઝી સ્કીમના સંચાલકોએ એજન્ટો દ્વારા ૧૨થી વધુ લોકો પાસે રૂ. પ૩,પ૮,૦૦૦થી વધુનું રોકાણ કરાવી છેતરપિંડી આછરતાં આ મામલે ગ્રામ્ય પોલીસ મથકમાં છ જણા સામે ફરિયાદ નોંધાઇ હતી.
જોકે પોલીસે બુધવારે પોન્ઝી સ્કીમમાં સંડોવાયેલા ત્રણ જણાની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરાયા હતા.હિંમતનગરના આરટીઓ સર્કલ પાસે આવેલા શાન્તમ-૭ કોમ્પ્લેક્સમાં ઓફિસ ધરાવતા અનિલસિંહ ઉર્ફે અનિલકુમાર પ્રદીપસિંહ પરમાર (રહે.ધાણધા, હિંમતનગર)એ અન્ય ભાગીદારો સાથે મળી એ.પી.કન્સલ્ટન્સી નામની પોન્ઝી સ્કીમ શરૂ કરી હતી અને એજન્ટો મારફતે રોકાણકારો પાસેથી નાણાં ઉઘરાવી ૧૦થી ૧પ ટકા વ્યાજ આપવાની લાલચ આપી હતી.
જેમાં હિંમતનગર સિવિલના ન‹સગ સ્ટાફમાં ફરજ બજાવતા મિતેશ કાંતિલાલ પટેલ અને તેમની પત્ની (રહે.તેજપુરા, હિંમતનગર) પાસેથી રોકાણ મેળવી લીધા બાદ આરટીઓ વિસ્તારમાં આવેલી એ.પી.કન્સલ્ટન્સીની ઓફિસમાં મેનેજર અને સ્ટાફની ભરતી કર્યા બાદ લોકોને નાણાંનું રોકાણ કરાવી છેતરપિંડી કરી હતી. આ અંગે એ.પી. કન્સલ્ટન્સીના નામે મિતેશ પટેલ સહિત ૧૦થી વધુ લોકો પાસેથી ચાર મહિના અગાઉ અંદાજે રૂ. પ૩,પ૮,૦૦૦ રોકાણ પેટે લઈ લીધા હતા. જોકે તે પૈકી રૂ. ૧૩,૧૩,૦૦૦ વળતરપેટે પરત કરી દીધા હતા.
જ્યારે બાકીની રકમ પરત ન આપી રોકાણકારો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. આ અંગે હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકમાં મિતેશ પટેલે છ જણા સામે ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી એ.પી. કન્સલટન્સીના સંચાલકો અને ભાગીદારો એવા હિતેન્દ્રસિંહ સજ્જનસિંહ પરમાર, રણવીરસિંહ સજ્જનસિંહ પરમાર, કૃપાલસિંહ પ્રદીપસિંહ પરમારની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.SS1MS
