ભાવનગરમાં સોશિયલ મીડિયાથી ફસાવીને મહિલા પોલીસકર્મી પર બળાત્કાર
ભાવનગર, ભાવનગર શહેરમાં એક મહિલા પોલીસ કર્મચારી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી ઓળખાણ કરી બળાત્કાર કરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે.
સિહોરના શખસે મહિલાને ધાકધમકી આપી અનેકવાર મરજી વિરુદ્ધ સંબંધ બાંધ્યા હોવાની ફરિયાદ નોંધાતા ગંગાજળિયા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.
આ કેસની વિગત મુજબ, પીડિત મહિલા પોલીસ કર્મચારી અને આરોપી યુવક જીગર ચાવડા વચ્ચે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક થયો. ત્યારબાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ. જેનો ગેરફાયદો ઉઠાવી આરોપીએ પીડિતાને ગંભીર પરિણામો ભોગવવાની ધમકીઓ આપી હતી.
આરોપીએ ડરાવી ધમકાવીને મહિલા પોલીસકર્મી સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું.આ મામલે ૨૦ જાન્યુઆરીની મોડી રાત્રે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ દાખલ કરવામાં આવી પોલીસ વિભાગે આ ઘટનાને ગંભીરતાથી લઈને આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા. આ સમગ્ર કેસની તપાસ ભાવનગર સિટી ડીવાયએસપી આર. આર. સિંઘલને સોંપવામાં આવી છે. આરોપી સિહોરનો રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.SS1MS
