Western Times News

Gujarati News

હવે ચંદ્રચુડસિંહ ભ્રષ્ટ બાબાના રોલમાં જોવા મળશે

મુંબઈ, છેલ્લાં કેટલાંક સમયમાં બાબી દેઓલ અને જયદીપ આહલાવત જેવા કલાકારોનો અભિનય ભ્રષ્ટ બાબાઓના રોલમાં ઘણો વખણાયો છે. બાબી માટે તો આશ્રમ સિરીઝ તેની કૅરિઅરમાં મોટો વળાંક લઇને આવી અને જાણે તેની કૅરિઅરની નવી ઇનિંગ શરૂ થઈ. જ્યારે ૨૦૨૪માં આવેલી ફિલ્મ મહારાજમાં પણ જયદીપનો અભિનય ઘણો વખણાયો હતો.

આ સિવાય પણ આવા ઘણા બાબાઓ બોલિવૂડની અલગ અલગ ફિલ્મોમાં જોવા મળ્યા છે. ત્યારે એક સમયનો રોમેન્ટિક હિરો ગણાતો ચંદ્રચુડ સિંહ હવે તેની આવનારી ફિલ્મમાં આવા જ એક ભ્રષ્ટ બાબાના રોલમાં જોવા મળશે. તે હુમા કુરેશીની આવનારી ફિલ્મ ‘બયાન’માં આ પ્રકારના વિલનનો રોલ કરવાનો છે. હુમા કુરેશી આ ફિલ્મ એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તરીકે પ્રોડ્યુસ કરશે અને બિકાસ રંજન મિશ્રા આ ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યા છે.

સપ્ટેમ્બર ૨૦૨૫માં આ ફિલ્મ ટોરન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રીન થઈ હતી, જેમાં નીરજ ઘેવાનની હોમબાઉન્ડ અને અનુરાગ કશ્યપની બાબી દેઓલની બંદર પણ સ્ક્રીન થઈ હતી. આ ફિલ્મ અંગેના અહેવાલો અનુસાર, આ ફિલ્મમાં હુમા કુરેશી રાજસ્થાનના મહાદુર પોલીસ ઓફિસરનો રોલ કરે છે, જે એક મહારાજના કેસની તપાસ કરે છે, જેણે પોતાના આશ્રમમાં અનેક છોકરીઓ સાથે દુષ્કર્મ આચર્યું છે.

તે એક શક્તિસાળી વ્યક્તિ છે અને પોલિસ તેમજ રાજકારણમાં તેના ઉંચા સંપર્ક અને વગ ચાલે છે. તેથી આ મહારાજની વિરુદ્ધ બયાન લેવામાં પોલિસને કેટલી મુશ્કેલી પડે છે, તે અંગે આ ફિલ્મમાં દર્શાવાયું છે.

હુમા અને ચંદ્રચુડ સિવાય આ ફિલ્મમાં સચિન ખેડેકર, વિભોર મયંક, સ્વાતિ દાસ અને શંપા મંડલ સહિતના કલાકારો છે. આ ફિલ્મ ૨૦૨૬માં થિએટરમાં રિલીઝ થશે. છેલ્લે ચંદ્રચુડ સુષ્મિતા સેનની સિરીઝ આર્યા અને અક્ષય કુમારની ઓટીટી ફિલ્મ કટપુતલીમાં જોવા મળ્યો હતો. ઓગસ્ટ ૨૦૨૫માં આપેલા એક ઇન્ટરવ્યુમાં હુમા કુરેશીએ જણાવ્યું હતું, “સ્ક્રીપ્ટ જોરદાર હતી.

બિકાસ અને શાંડિલ્યને આ વાર્તા કહેવી જ હતી અને આ વાર્તા ભલે ભારતને લગતી હતી, તેમ છતાં વૈશ્વિક ઓડિયન્સના મોટા હિસ્સાને સ્પર્ષે એવી હતી. આ ફિલ્મને રોટરડેમના ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના હુબર્ટ બેલ્સ ફંડમાંથી પણ સહકાર મળ્યો છે.

એલએ રેસિડેન્સી દરમિયાન ૨૦૧૯માં આવેલી ફિલ્મ ચર્નાેબિલના ક્રેગ મેઝીનના મર્ગદર્શન હેઠળ આ ફિલ્મની સ્ક્રિપ્ટ લખાઈ હતી. મને વું લાગ્યું કે આ ફિલ્મ માટે મારે કામ કરવું છે. લાંબા સમયથી હું એક મૂળ ભારતીય ફિલ્મમાં કામ કરવા માગતી હતી. તેને આંતરરાષ્ટ્રિય સ્તરે ઘણી પ્રશંસા મળી છે અને તેના કારણે ફિલ્મમાં પેશનથી જ કામ થાય છે, તે વાતમાં મારો વિશ્વાસ વધુ દૃઢ થયો છે.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.