Western Times News

Gujarati News

આમિર ખાને નવી ગર્લફ્રેન્ડ અંગે કર્યાે મોટો ખુલાસો

મુંબઈ, વર્ષ ૨૦૨૫માં પરફેક્ટનિસ્ટ ગણતો અભિનેતા આમિર ખાન ૬૦ વર્ષનો થયો હતો. પોતાના ૬૦માં બર્થ ડે પર આમિર ખાને તેની નવી ગર્લફ્રેન્ડને ઇન્ટ્રોડ્યુસ કરી હતી. જેનું નામ ગૌરી છે. આ ક્ષણે આમિર ખાને કહ્યું હતું કે, “અમે એક્સિડન્ટલી મળ્યા હતા. ટચમાં રહ્યા હતા અને આ આપમેળે થઈ ગયું.” આમિર ખાનની નવી ગર્લફ્રેન્ડ સામે આવ્યા બાદ તેઓ લગ્ન ક્યારે કરશે, એવી ચર્ચા શરૂ થઈ હતી.

ત્યારે હવે આમિર ખાને ગૌરી સાથેના લગ્ન અંગે મહત્ત્વની વાત કરી છે. મીડિયા સાથે વાત કરતા આમિર ખાને જણાવ્યું કે, “એકબીજાને લઈને ગૌરી અને હું ઘણા સીરિયસ છીએ. અમે એકમેક માટે કમિટેડ છીએ.

અમે પાર્ટનર છીએ. અમે સાથે છીએ. મારા દિલથી હું ગૌરી સાથે પરણી ગયો છું. અમે ભલે તેને ફોર્મલાઇઝ કરીશું કે નહીં. આ કઈક એવું છે. તમે જાણો છો. હું આગળ જતા નક્કી કરીશ.”આમિર ખાનના લગ્નજીવનની વાત કરીએ તો તે અગાઉ ૨ લગ્ન કરી ચૂક્યો છે. ૧૯૮૬માં તેણે રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા. રીના દત્તાથી આમિર ખાનને જુનૈદ અને આયરા એમ બાળકો છે.

જોકે, રીના દત્તા અને આમિર ખાને ૨૦૦૨માં છૂટાછેડા લીધા હતા.રીના દત્તા સાથે છૂટાછેડા લીધા બાદ ૨૦૦૫માં આમિર ખાને કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા. તેઓને આઝાદ નામનો દીકરો પણ છે. જોકે, ૨૦૨૧માં તેમણે અલગ થવાની જાહેરાત કરી હતી. જોકે, છૂટાછેડા બાદ પણ આમિર ખાન પોતાની બંને પૂર્વ પત્નીઓના સંપર્કમાં છે. જોકે, આમિર ખાનની નવી ગર્લફ્રેન્ડ ગૌરીને પણ એક છ વર્ષનો દીકરો છે. હવે આ જોડી લગ્ન ક્યારે કરશે એ જોવું રહ્યું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.